મહેસાણા જિલ્લામાં અવાર નવાર ઇકો ગાડીના સાઇલેન્સર ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે ત્યારે વધુ એક સાઇલેન્સર ચોરી અંગેની ઘટના કડી પોલીસ મથકમાં નોંધાઈ છે જેમાં કડીમાં આવેલ રાજભુમી ફ્લેટ સામે પાર્ક કરેલી ઇકો ગાડીમાંથી તસ્કરો રાત્રી દરમિયાન સાઇલેન્સર ચોરી કરી ફરાર થયા હોવાની ફરિયાદ નોંધાઈ છે
કડી શહેરમાં રાજભુમી ફ્લેટ ખાતે રહેતા સુરેશભાઈ પ્રજાપતિ નામના વેપારી પોતાની ઇકો ગાડી ફ્લેટ સામે રાત્રે પાર્ક કરી હતી જ્યાં બાદમાં ગાડી મૂકી પોતાના ઘરે આવ્યા હતા વહેલી સવારે પરિવાર સાથે બહાર જવાનું હોવાથી ઇકો ગાડી ચાલુ ન થતા તપાસ કરી હતી જ્યાં જાણવા મળ્યું કે ઇકોમાં નવું સાઇલેન્સર કાઢી જૂનું સાઇલેન્સર ફિટ કરી અજાણ્યા ઈસમો ફરાર થયા છે.
સમગ્ર મામલે હાલમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં રાત્રે 3 કલાકે એક સફેદ ગાડીમાં બે જેટલા ઈસમો ફ્લેટ પાસે આવી ગાડીમાંથી ઉતર્યા બાદ 10 મિનિટ સુધી ઇકો ગાડી પાસે બેસી સાઇલેન્સર ચોરી કરતા કેમેરામાં કેદ થયા છે હાલમાં ફરિયાદીએ કડી પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે