સોમનાથ માં એક પછી એક વિકાસ ના કર્યો થઇ રહ્યા છે અને વિકાસ ના કર્યો થકી શ્રદ્ધારુઓને ખુબ જ સુવિધાનો લાભ મળી રહ્યો છે. ત્યારે સોમનાથ મંદિર નજીક દરિયાકિનારે ૪૭.૫૫ કરોડ ના ખર્ચે દોઢ કિલોમીટર લાંબા વોક-વે નું નિર્માણ થયું છે. અને ૨૦ ઓગસ્ટ ના રોજ વડાપ્રધાન નરેન્દમોદી દ્વારા લોકાપર્ણ કરવામાં આવ્યું હતું હતું અને લોકાપર્ણ બાદ હવે આ વોક- વે લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
જો તમારે આ વોક-વેની મુલાકાત લેવી હોય તો ટિકિટ પણ ચૂકવવી પડશે. ટિકિટ દર નજીવો રાખવામાં આવ્યો છે. યાત્રિકોને બે કલાક વોક-વેમાં ફરવા માટે 5 રૂપિયાની ટિકિટ લેવી પડશે અને 10 વર્ષ સુધીનાં બાળકોની ટિકિટ નિશુલ્ક રાખવામાં આવી છે. સવારે 6નવાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી આ વોક-વે પર યાત્રિકો ફરી શકશે અને આ નિર્ણય સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
મહત્ત્વની વાત છે કે, સોમનાથ મંદિર બાર જ્યોતિર્લિંગમાંનું એક છે. તેથી સોમનાથ મંદિરનું મહત્વ ખૂબ જ વધી જાય છે અને દેશ-વિદેશથી લોકો આ મંદિરે ભગવાન શિવના દર્શન કરવા માટે આવે છે અને આથી જ યાત્રિકોની સુવિધામાં વધારો થાય તે માટે સોમનાથ ટ્રસ્ટ પ્રયત્નશીલ રહ્યું છે. જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટ સાથે જોડાયેલા છે ત્યારથી યાત્રીકોને લગતી અનેક સુવિધાઓમાં ટ્રસ્ટ દ્વારા ખૂબ જ વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં પણ મુંબઈના મરીન ડ્રાઈવ તેવો નજારો લોકો જોઈ શકશે.
આવા બાબતે સોમનાથ ટ્રસ્ટના GM વિજયસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, દેશ-વિદેશના યાત્રિકોમાં આકર્ષણનું કેન્દ્ર બનનારા વોક-વેનું બે સીઝન મુજબ ટાઈમટેબલ નક્કી કરાયુ છે. એપ્રિલથી સપ્ટેમ્બર મહિના દરમિયાન સવારે ૬ થી ૯ વાગ્યા સુધી વોક-વે ખુલ્લું રહેશે અને ઓક્ટોબરથી માર્ચ દરમિયાન સવારે ૭ વાગ્યાથી રાત્રે ૮ વાગ્યા સુધી આ વોક-વે યાત્રિકો માટે ખુલ્લો રાખવામાં આવશે.
સમુદ્રનો નજારો જોવા ઈચ્છતા લોકો માટે દૂરબીન પણ મુકવામાં આવ્યા છે અને યાત્રિકો થોડી વાર વોક-વે પર બેસી શકે એટલા માટે બેન્ચ અને મ્યુઝિક સિસ્ટમ પણ મૂકવામાં આવી છે. સ્થાનિક લોકોને રોજગારી મળી રહે એટલા માટે સમુદ્ર કિનારા રહેલા ફેરિયાઓ પાસેથી ટોકન ફી લઈને વોક-વેની બાજુમાં બનાવવામાં આવેલી દુકાનો તેમને ફાળવવામાં આવશે. આ ઉપરાંત ઘોડા, ઉંટવાડા તથા ફોટોગ્રાફરને પર નિયમ અનુસાર આઈકાર્ડ આપવામાં આવશે અને ત્યારબાદ તેઓ વોક-વેની અંદર પ્રવેશ કરી શકશે.