સોમવારના દિવસે મહાદેવનો આ ચમત્કારિક મંત્ર બોલવાથી દરેક મુશ્કેલી દૂર થાય છે

Uncategorized

આપણા હિન્દુ ધર્મમાં દરેક દિવસનું એક અલગ મહત્વ રહેલું છે હિંદુ ધર્મમાં દરેક દિવસે અલગ-અલગ દેવી-દેવતાની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે તેમાં સોમવારના દિવસે દેવોના દેવ મહાદેવની પૂજા કરવામાં આવતી હોય છે સોમવારનો દિવસ ભગવાન શિવને સમર્પિત હોય છે આ દિવસે ભગવાન શિવની પૂજા-અર્ચના કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થતા હોય છે

ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તેમના ભક્તો મંદિરમાં જઈને વિધિ-વિધાન દ્વારા પૂજા અર્ચના કરતા હોય છે તેમજ શિવલિંગ ઉપર અલગ-અલગ અભિષેક ચડાવતા હોય છે સોમવારના દિવસે ભગવાન શિવના મંદિરમાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો પૂજા-અર્ચના કરવા માટે આવતા હોય છે આ દિવસે મંદિરમાં જઈને ભગવાન શિવની વિધિ-વિધાન દ્વારા કે મંત્રો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવે તો ભગવાન શિવ પ્રસન્ન થતા હોય છે

સોમવારના દિવસે સવારે મંદિરમાં જઈને શિવલિંગ ઉપર જળનો અભિષેક કરવાથી ભગવાન શિવ તમને દરેક કાર્યોમાં સફળતા અપાવશે જ્યારે તમે શિવલિંગ ઉપર જળનો અભિષેક કરું ત્યારે આ એક ચમત્કારિક મંત્ર બોલવાથી તમારી દરેક મનોકામના ટૂંક સમયમાં ભગવાન શિવના આશીર્વાદથી પૂર્ણ થશે

ૐ નમઃ શિવાય અને ૐ પાર્વતીપતયે નમઃ આ બે મંત્રનો જાપ 108 વખત કરવો જોઈએ આ બે મંત્રોનો જાપ કરવાથી ભગવાન શિવ અને માતા પાર્વતી ની કૃપા પ્રાપ્ત થાય છે જે ભક્ત ઉપર મહાદેવની કૃપા વરસતી હોય તે ભક્ત ઉપર કોઈ દિવસ મહાદેવ મુશ્કેલીઓ આવવા દેતા નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *