વરસાદની બીજી ઇનિંગ શરુ, સોનગઢના જંગલોનો ૧૬૦ ફૂટ ઊંચો ચીમેર ધોધ સક્રિય, જુઓ તસ્વીર

Uncategorized

રાજ્યમાં ચોમાસાની શરૂઆત પછી દોઢેક મહિના જેટલો સમય વરસાદ ખેંચાયો હતો. ચોમાસા ની શરૂઆત માં રાજ્ય ના અલગ- અલગ જિલ્લાઓમાં ખુબ સારો વરસાદ પડ્યો હતો. કયાંક ભારે વરસાદ ના કારણે પૂર જેવી સ્થિતિ નું નિર્માણ થયું હતું. પણ ત્યારબાદ વરસાદ ખેંચાતા રાજ્ય ના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. પણ ફરી થી હવે મેઘરાજા રાજ્ય પર મેહરબાન થયા છે. બુધવાર થી સમગ્ર રાજ્ય માં બીજી ઇનિંગ શરૂ થઇ ગઈ છે. વ્યારા અને સોનગઢ સહીત અનેક વિસ્તારમાં વરસાદ ના કારણે નદી અને ઝરણાં વહેવા લાગ્યા છે.


ત્યારે દક્ષિણ સોનગઢના જંગલમાં આવેલો ૧૬૦ ફૂટ ઉંચો ચીમેર ધોધ પણ શરૂ થયો છે. નદીમાં નવા નીરની આવક થતા ચીમેર ધોધ શરૂ થયો છે. તાપી જિલ્લાના સોનગઢ તાલુકાથી ૩૫ કિલોમીટર દૂર દક્ષિણ જંગલ વિસ્તારમાં હિંદલાની બાજુમાં ચીમેર ગામ આવેલું છે. ચીમેર ગામમાં જ આ ધોધ આવેલો હોવાના કારણે તેને ચીમેર ધોધ તરીકે ઓળખવામાં આવે છે.


ચીમેર ધોધ છેલ્લા બે દિવસથી સક્રિય થયો છે. વરસાદી વાતાવરણ વચ્ચે આહલાદક જોવા મળી રહ્યો છે. આ ધોધ ગૌમૂખી ધોધ છે અને તેની ઊંચાઈ આશરે ૧૬૦ ફૂટ છે. તો બીજી તરફ ચોમાસાની સીઝનમાં ડાંગના મહલનો ગિરમાળ અને ગીરાધોધ પણ લોકોને આકર્ષિત કરી રહ્યા છે.


ચીમેર ધોધ પ્રકૃતિના સોંદર્યનો અદભૂત નજરો છે પણ તે દૃશ્યો જોવા જવા માટે લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે. કારણ કે, ચીમેર ગામથી આ ધોધ સુધી પહોંચવા માટે કાદવ અને કીચડ વાળા રસ્તા પર થઇને જવું પડે છે. આ કાચા રસ્તા પર બાઈક કે પછી કાર જઈ શકતી નથી. તેથી લોકોને પગપાળા જવાનો વારો આવ્યો છે. મહત્ત્વની વાત છે કે, પ્રાકૃતિક સોંદર્ય ધરાવતા વિસ્તારોમાં પ્રવાસીઓને આકર્ષવા માટે ત્યાં પ્રાથમિક સુવિધાઓનો વિકાસ ખૂબ જ જરૂરી છે.


મહત્ત્વની વાત છે કે, ચીમેર ગામનો ધોમ આ સીઝનના પહેલી વખત સક્રિય થયો છે. સોનગઢ ઓટા રોડ પર નાના-નાના ઝરણાં અને નદીઓ ચોમાસાની ઋતુમાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. પણ લોકોની સલામતી માટે આ પ્રવાસન સ્થળોનો વિકાસ એટલો જ જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *