સોનૂ સૂદનું કહેવું છે કે તેના કામ માટે તપાસ કરનારા ટેક્સ અધિકારી ખુશ હતા. મેં ટેક્સ અધિકારીને બધા કાગળો આપ્યા છે. તેમને જે કાગળો જોઈતા હતા તેનાથી વધારે આપ્યા છે. સોનૂ સૂદે આ વાત પોતાના એક ઇન્ટરવ્યુમાં કહી છે. તેણે કહ્યું કે મારી પાસે લખનૌ અને જયપુરમાં એક ઇંચ જેટલી પણ જમીન નથી. વિદેશી ફંડમાં હેરાફેરીની વાત પર સોનૂ સૂદે કહ્યું કે રજિસ્ટર્ડ કંપનીએ ફંડ મેળવવા માટે FCRAમાં રજીસ્ટર કરાવવાનું હોય છે. મારું ફેડરેશન રજીસ્ટર નથી તો હું વિદેશી ફંડ લઈ શકતો નથી.
તેણે કહ્યું કે એ વિદેશી ફંડ નથી પરંતુ ક્રાઉડ ફંડિંગથી એકત્ર કરેલા પૈસા છે. બધા જમા પૈસા હૉસ્પિટલ અને મેડિકલ કૉલેજમાં જવાના છે. મારા અકાઉન્ટમાં વિદેશી ફંડનો એક ડોલર પણ નથી આવ્યો. હું લોકોની મહેનતની કમાણી બેકાર નહીં જવા દઉં. ફંડમાં મારી કમાણીના પૈસા પણ પડ્યા છે જે મેં દાન કર્યા છે. ફેડરેશનને મળેલા ફંડનો ઉપયોગ કરવા માટે એક વર્ષનો સમય હોય છે. જો ફંડનો ઉપયોગ નથી થતો તો તમે વધુ એક વર્ષનો સમય વધારો કરી શકો છે, આ નિયમ છે. મેં એક ફેડરેશનનું રજીસ્ટ્રેશન થોડા મહિના પહેલા જ કરાવ્યું છે. એ પહેલા અમે પૈસા એકત્ર કરી રહ્યા નહોતા.
તેણે કહ્યું કે મેં 4-5 મહિનાથી જ પૈસા એકત્ર કર્યા છે. નિયમના હિસાબે આ પૈસાને 7-8 મહિનામાં ક્યાંય પણ ઉપયોગ કરી શકાય છે. અચાનક એક સવારે ઘર પર ટેક્સ અધિકારિઓનું આવવું ચોંકાવનારું હતું. મારો નાનો દીકરો ઘણા દિવસો સુધી ઘરમાં જ ફસાઈ ગયો હતો. જ્યાં સુધી અધિકારી તપાસ કરતા ત્યાં સુધી બહાર જઈ શકતો નહોતો. હું ખૂબ સારો હોસ્ટ છું. મેં ટેક્સ અધિકારીઓની ખૂબ સારી રીતે ખ્યાલ રાખ્યો.
૪ દિવસ બાદ ટેક્સ અધિકારીઓએ માન્યું કે આ તેમનો સારો અનુભવ હતો. મેં પણ તેમને કહ્યું કે હું તમને મિસ કરીશ. તેના પર ટેક્સ અધિકારીઓએ મારા કામના વખાણ કર્યા. સોનૂ સૂદે કહ્યું કે તે રાજનીતિમાં સામેલ થવા માટે માનસિક રીતે તૈયાર નથી. મેં હાલમાં જ રાજ્યસભાના સાંસદની બે ઓફર ફગાવી છે. મને લાગે છે કે અત્યારે રાજનીતિમાં આવવાનો યોગ્ય સમય નથી. બે-ચાર વર્ષ બાદ શું થશે તેની ખબર નથી પરંતુ અત્યારે તે રાજનીતિમાં આવવા માટે તૈયાર નથી.
જ્યારથી સોનૂ સૂદના ઘરે ઇનકમ ટેક્સ વિભાગની છાપેમારી થઈ છે ત્યારથી તે લાઇમલાઇટમાં છે. તેના પર ફેડરેશનને મળેલા ફંડ દ્વારા ૨૦ કરોડ રૂપિયાની હેરાફેરીનો આરોપ છે. લોકડાઉનમાં સોનૂ સૂદ પ્રવાસી મજૂરોનો ભગવાન બનીને સામે આવ્યો હતો. તેણે હજારો લોકોની મદદ કરી હતી અને તેમને પોતાના ઘરે પહોંચાડ્યા હતા. એ એવો સમય હતો જ્યારે કોઈ પણ સોનૂ સૂદ પાસે સોશિયલ મીડિયા દ્વારા મદદ માગી રહ્યું હતું તો તે તાત્કાલિક મદદ કરી રહ્યો હતો.