ગુજરાત ના વન વિભાગ ના તાબા હેઠળ નક્કી કરવામાં આવેલી ૭૭ નાયબ વન સંરક્ષક ની જગ્યાઓ અને આઈએફએસ કેડરની ૨૮ જગ્યાઓ પૈકી મોટાભાગ ની જગ્યાઓ પર ગુજરાત ની વન સેવા ના નાયબ વન સંરક્ષક હાલ માં ફરજ બજાવી રહ્યા છે. ગુજરાત રાજ્ય ના વન સેવા ના નાયબ સરંક્ષક ૭૭ જગ્યાઓ પૈકી જે ચાર નાયબ વન સરંક્ષક ફરજ બજેવેં છે તે પૈકી આગામી બે મહિના માં બે ઓફિસર નિવૃત થવાના છે. તમામ જગ્યાઓ પર મદદનીશ વન સરંક્ષક ચાર્જ આપવામાં આપવામાં આવેલો છે.
બીજી તરફ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એટલે કે આઇએફએસ કેડરમાં 28 નાયબ વન સંરક્ષક હોવા જોઇએ પરંતુ તે પૈકીની 50 ટકા જગ્યાઓ ખાલી છે. તેવી જ રીતે ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટની બે તૃતિયાંસ જગ્યાઓ ખાલી છે. આ તમામ જગ્યાઓ ચાર્જમાં હોવાથી વન વિભાગની કામગીરીમાં રૂકાવટ આવે છે. વિશ્વમાં જ્યારે ક્લાયમેટ ચેન્જની વાતો થાય છે અને ગુજરાત સરકારે ક્લાયમેટ ચેન્જનો અલગ વિભાગ બનાવ્યો છે ત્યારે ફોરેસ્ટ વિભાગમાં મહત્વના પદ પર નિયુક્તિમાં વિલંબ થઇ રહ્યો છે. અન્ય વન અધિકારીઓ પર કામનું ભારણ પણ વધી રહ્યું છે.
નવા મદદનીશ સંરક્ષકોને ચાર વર્ષ પહેલાં નિયુક્તિ આપવામાં આવી છે પરંતુ આ ઘટ ત્યારે જ પૂરાશે જ્યારે તેમને ચાર વર્ષ પછી પ્રમોશન મળશે. એવી જ રીતે રેન્જ ફોરેસ્ટ ઓફિસર 104 છે જેમાં 50 ડાયરેક્ટ પ્રમોશન મેળવીને આવેલા છે. 50 ટકા રેન્જ ફોરેસ્ટ ઓફિસરો નિવૃત્તિના આરે છે. મહત્વની બાબત એવી છે કે રાજ્યમાં બીટગાર્ડ અને ફોરેસ્ટરની ભરતી તો થાય છે પરંતુ ખાતાકીય પરીક્ષામાં પેપર અને સાહિત્ય અંગ્રેજી ભાષામાં હોવાથી મોટાભાગના લોકો પરીક્ષા પાસ કરી શકતા નથી જેના કારણે વિવિધ જગ્યાઓ પર કર્મચારીઓની ઘટ વર્તાઇ રહી છે.