અગાઉ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં તંત્ર કેમ ભેદી મૌન.
તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો ભૂમાફિયાઓ ગૌચર જમીનના ખોટા દસ્તાવેજો કરી પોતાની માલિકીની જમીનો કરી નાખશે*
થરાદ તાલુકાના રાહ ગામના ગ્રામજનો દ્વારા થરાદ નાયબ કલેકટર સહિત મામલતદાર ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી કે તાજેતરમાં ધાનેરા રોડ પર માર્કેટયાર્ડની સામે અને જેતડા રોડ પર એસ્સાર પંપની સામેના ગૌચરના સર્વ નંબર 553 માં ભૂમાફિયાઓ દ્વારા અવેધ શોપિંગ સેન્ટરનું બાંધકામ ચાલી રહેલ છે .
જેમાં ડી.એલ.આર ના કર્મચારીઓ દ્વારા સ્થાનિક ભૂમાફિયાઓની મીલીભગત થી રેકર્ડ સર્વે નંબર ના ચેડાં કરી ખોટા નકશા બનાવી ગૌચર જમીન ખાનગી માલિકીની જમીન બતાવી ભ્રસ્ટાચાર કરેલ છે આવા બાબુઓએ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરેલ છે જેમની સામે એસી. બી તપાસ કરી ગુનો નોધી પોલીસ હવાલે કરવા સાહેબ શ્રીને ગ્રામજનો દ્વારા વિનતી કરવામાં આવી છે. રાહ ગામમાં ગૌચર જમીન ની ચેડાં કરવા બાબતે ગામ લોકો દ્વારા વારંવાર સરકારી કચરીઓએ રજૂઆત કરવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી નથી.
જો આવા ભૂમાફિયાઓ બેફામ બની બાંધકામ ચાલુ રાખેલ છે. આથી આ આવેદન પત્ર પ્રાંત કચેરી ખાતે આપી ભુમાફિયાઓ સામે કડક પગલાં લઈ તરતજ કાર્યવાહી કરવામાં આવે.તેવી માગ કરવામાં આવી હતી