આ સુંધામાતા ના મંદિર માં માં ચામુંડા બિરાજમાન છે. આ એક એવી જગ્યા છે કે જેને તમે કુદરતી સૌંદર્યનો ભંડાર કહી શકો છો અને એવું પણ કહી શકો છો કે રાજસ્થાનમાં આવેલું સ્વર્ગ પણ કહી શકો છો. આ મંદિર રાજસ્થાનમાં આવેલા ઝાલોર જિલ્લામાં આવેલું છે. શું તમે અંબાજી કે માઉન્ટ આબુ ફરવા નીકળ્યા હોય તો ત્યાંથી સો કિલોમીટરના અંતરે આ સુંધામાતાનું મંદિર આવેલું છે.
ચોમાસામાં અહીંનું વાતાવરણ ખુબ જ સુંદર જોવાલાયક હોય છે. જેવા તમે મુખ્ય ગેટ માંથી અંદર જાઓ ત્યારે ડુંગર ચડવા માટે પગથિયાં છે ડુંગર ચડતી વખતે તમે આજુબાજુનું કુદરતી વાતાવરણ જોતા જોતા ડુંગર ચડી શકો છો. ડુંગર ચડવાની શરૂઆતમાં જ ભોજનશાળા આવે છે ત્યાં તમે 10 રૂપિયામાં ભોજન કરી શકો છો.
રાજસ્થાનમાં સૌથી પહેલા રોપવે ની શરૂઆત થઈ હોય તો તે છે સુંધા માતા નું મંદિર જે લોકો ડુંગર ના ચડી શકતા હોય એ લોકો લોકો રોપ વે માં જઈને માતાના દર્શન કરી શકે છે. ડુંગર ચડતી વખતે ઝરણાંનો ખુબ જ સુંદર અવાજ આવતો હોય છે. જેમ જેમે મંદિર થી નજીક પહોંચશો ત્યારે બીજા નાના મંદિરો પણ આવશે.
જો તમારે આ મંદિરમાં રાત્રી રોકાણ કરવું હોય તો ધર્મશાળાઓ પણ આવેલી છે. આ મંદિર જમીનથી બારસો મીટરની ઊંચાઈએ આવેલું છે. સુંધા માતા નું મંદિર લગભગ 900 વર્ષ જુનુ મંદિર છે. આરસ પથ્થર થી આ મંદિરને બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં ત્રણ શિલાલેખો પણ આવેલા છે.
અહીં પહેલો શિલાલેખ ૧૨૬૨, બીજો શિલાલેખ ૧૩૨૬, અને ત્રીજો શિલાલેખ ૧૭૨૭ આમ આ ત્રણ શિલાલેખો આવેલા છે. મંદિરની સામે જ ત્રિશુલ સ્તંભ આવેલો છે જે મંદિરની સુંદરતામાં વધારો કરે છે. આ મંદિરની સ્થાપના ઝાલોલના શાહી ચૌહાણનોની સહાયથી દેવલ પ્રતિહાર એ આ મંદિર બનાવ્યું હતું.