દ્રાક્ષનું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું આ રસાળ ફળ છે. માઇગ્રેનમાં ફાયદાકારક,બ્લડપ્રેશર નિયંત્રિત કરે, હૃદયની બીમારીથી બચાવ, કબજિયાતમાં મળે આરામ, લોહીની કમી દૂર કરે.
આમ દ્રાક્ષમાં ગ્લુકોઝ, મૅગ્નેશિયમ અને સાઇટ્રિક એસિડ જેવા પોષક તત્વો રહેલા છે અને તેથી જ ઘણી બીમારીઓથી રાહત મેળવવા માટે દ્રાક્ષ ફાયદાકારક સાબિત થાય છે. ટીબી, કેન્સર અને બ્લડ ઇન્ફૅક્શન જેવી બીમારીઓમાં પણ તે મુખ્ય રૂપથી ફાયદાકારક નીવડે છે. ઉપરોક્ત અનેકવિધ ગુણો ધરાવતી લીલી દ્રાક્ષનો મનોરમ્ય માંડવો બનાવવામાં આવ્યો હતો.
શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન અધિષ્ઠાતા સર્વાવતારી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન – શ્રી ઘનશ્યામ મહાપ્રભુજીએ દ્રાક્ષોત્સવના માંડવામાં અલૌકિક દર્શન દાન આપ્યાં. સૌ આજનાં અલૌકિક દર્શન કરી અભિભૂત થઇ ગયા હતા. દ્રાક્ષોત્સવ પર્વે અલૌકિક દર્શન દાન અર્પતા શ્રી સ્વામિનારાયણ ભગવાનની આરતી શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીએ ઉતારી હતી.