સુરજ ભુવાજીના બનેલ બનાવ વિષે તો આપ સૌ લોકો જાણતા જ હશો, દરેક જગ્યા એ સુરજ ભુવાજીની ચર્ચાઓ થઇ રહી છે. થોડાક સમય પહેલા રાજકોટ પોલીસ સ્ટેશન નજીક જૂનાગઢની ની અનાથ દીકરીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તે પછી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. યુવતીએ પોલીસ ફરિયાદમાં જણવ્યું કે જૂનાગઢના સુરજ સોલંકી ભુવા નામના વ્યક્તિએ ૧૦ મહિના સુધી દુષ્કર્મ આચર્યું છે.
તે યુવતીએ સોશિયલ મીડિયા પર લાઈવ થઈને વાત જણાવી છે કે પૈસા માટે મેં પ્રેમ નથી કર્યો મને ન્યાય અપાવજો, ખોટાને સાથ આપતા નહીં અને મને બદનામ કરવામાં આવી છે. પૈસાની અને ફ્લેટની મેં માંગણી કરી જ નથી તેવું તે યુવતી દ્વારા કહેવામાં આવ્યું છે. દશ મહિના સુધી સાથે રહીને હવે હું માં બાપ વગરની છું છતાં રોડ પર મૂકી દીધી તેનું કહેવું છે કે ખોટાને સાથ ન આપતા, મને ન્યાય અપાવજો.
દશ મહિના પહેલા સુરજ લાખાભાઇ ભરવાડ નામના ભુવાજી પાસે ગઈ હતી. ભુવાજી તરીકે જાણીતા સુરજ ભુવાજી ને પર્શનલ નંબર પણ આપ્યો હતો. થોડા સમયની વાતચીત બાદ લગ્નનું વચન પણ આપ્યું હતું. ખોટી રીતે ભ્રમિત કરીને શારીરિક શોષણ કર્યું છે, આવું યુવતી દ્વારા કહેવામાં આવી રહયું છે. આ વાત પર બંને બાજુથી આક્ષેપ પ્રતિઆક્ષેપ આવી રહ્યા છે.
કીર્તિ પટેલે પણ જણાવ્યું કે સુરજ ભુવાજી અને તે યુવતી છેલ્લા દશેક મહિનાથી સાથે રહી રહ્યા હતા, હવે સુરજ ભુવાજીનું મન ભરાઈ ગયું એટલે તેઓ આ યુવતીને તેમના જીવનથી દૂર કરવામાંગતો હતો, તે દીકરી ન ઘરની કે ન ઘાટની તેવી સ્થિતિ ઉભું થઇ, તેને માતાપિતા પણ નહોતા, તેથી તે દીકરી સાવ એકલી પડી ગઈ.