વાત છે સુરતના રહેવાસી અજયભાઈ કાકડીયાના ૧૪ વર્ષીય પુત્ર ધાર્મિક કાકડિયા ઘણા લાંબા સમયથી સુરતમાં આવેલી કિરણ હોસ્પિટલમાં કિડનીની સારવાર લઇ રહ્યા હતા. તે સમયે ધાર્મિકનું બ્રેઈન ડેડ થતા લીવર, ફેફસા, કોર્નિયા, હૃદય અને બંને હાથનું ડેન કરવામાં આવ્યું. બંને હાથનું દાન સૌથી નાની ઉંમરમાં કરવાની આ પ્રથમ ઘટના છે.
એક સમયે પંડિત નહેરુએ કહ્યું હતું કે મારા શરીરની રાખ ભારતની ચારેય દિશાઓમાં વહેડાવજો જેથી હું ભારત માતાનું અંગ બની જાઉં પણ, ધાર્મિક ભાઈ તો નહેરુથી પણ સવાયા નીકર્યા. આવનારી પેઢીઓ માટે પણ તમે આખા જગત માં જીવતા બની ગયા. તમારા આપેલા અંગોથી કેટલાય લોકોને નવું જીવન દાન મળ્યું છે. આ વાતને આવનારી પેઢીઓ પણ યાદ રાખશે.
ધાર્મિકના અંગોને સમયસર પહોચાડવા માટે ત્રણ ગ્રીન કોરિડોર બનાવામાં આવ્યા હતા. સુરત વિશ્વભરમાં હીરા ઉદ્યોગ માટે તો જાણીતું છે પણ હવે તે અંગદાન માટે પણ આગવી ઓરખ બનવી રહ્યું છે. અત્યાર સુધીમાં સુરતમાંથી આ ૩૭ મું હૃદય, ૨૨ મું ફેફસા, ૩૧૦ કોર્નિયા અને ૧૭૨ મું લીવર દાન કરવામાં આવ્યું છે. ધાર્મિકના આ અંગ દાનથી ૮ થી ૧૦ લોકોને નવુંજીવન આપ્યું છે. તેમના પરિવારે આ ઉમદા કાર્ય કરીને સમાજને એક નવી દિશા બતાવી છે.
ધાર્મિક ધોરણ ૧૦ માં અભ્યાસ કરતો હતો અને તે પરિવારનો ખુબ જ લાડકવાયો હતો. તે અચાનક બીમાર પડતા તેનું લોહીનું દબાણ વધતા તેને સુરતની ખાનગી કિરણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બધી તપાસ કરતા મગજની બીમારી હોય તેવું જણાવવામાં આવ્યું. તે તકલીફને ડોક્ટર દ્વારા દૂર કરવામાં આવી.
પરંતુ આખરે ડોક્ટર દ્વારા ધાર્મિકને ૨૯ ઓક્ટોમ્બરના રોજ બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યો. ત્યારે ડોનેટ ટિમ જ્યાં ધાર્મિક હતો તે હોસ્પિટલ પહોંચીને પરિવારને મળ્યો અને તેમને માહિતગાર કરીને અંગદાન માટે સમજાવ્યા. ધાર્મિક અંગદાનથી બીજા લોકોને નવજીવન આપીને સેવાનું ખુબ જ ઉમદા કાર્ય કર્યું.