આજે શિક્ષિત યુવા વર્ગ પોતાની વર્ષો જૂની ખેતી બંધ કરીને નવી પદ્ધતિ અને નવી ખેતી તરફ આકર્ષાયો છે આજે ખેડૂત આખા વર્ષ પોતાના ખેતમાં મજૂરી કરે છે અને તે સાથે મોઘી દવાઓનો છંટકાવ કરે છે પણ તેને બજારમાં સારા ભાવ મળતા નથી ત્યારે ખેડૂત ખુબ દુઃખી થઈને પોતાના ઘરે આવે છે ત્યારે સુરતના નીરવ પટેલે આ બધી ખેતી છોડીને એક નવી ખેતી તરફ જંપ લાવ્યું છે
સુરતમાં રહેતો નીરવ પટેલ એક ખેડૂત પરિવાર માંથી આવે છે તેમના પિતા પણ ખેતી કરાવે છે પણ ખેતીમાં વધતા જતા ખર્ચને લીધે તેમની જોડે કઈ ખાસ બચત થતી ન હતી તેથી નીરવ પટેલે પોતાની વર્ષો જૂની ખેતી છોડીને નવી ખેતી કરવાનું વિચાર્યું તેથી તેમને પોતાના ખેતરમાં મોતીની ખેતી કરવાનું શરૂ કર્યું આજે તે પાંચ તળાવમાં મોતીની ખેતી કરીને વર્ષે પાંચ લાખ જેટલી અવાક મેળવે છે
નીરવ પટેલે સ્નાતકની ડિગ્રી મળેવી છે તેમને નોકરી કરવાની જગ્યાએ ખેતી કરવાનું વિચાર્યું નીરવ ખેતી વિષે થોડું જાણતો હતો તેને ખબર હતી કે પારંપરિક ખેતીમાં ખર્ચ વધારે થાય છે અને અવાક ઓછી થાય છે તેટલા માટે નિરવે કંઈક અલગ ખેતી કરવા વિષે વિચાર્યું ખુબ વિચર્યા પછી તેને મોતીની ખેતી કરવાનું નક્કી કર્યું તે માટે તેને ઇન્ટરનેટ ઉપર મોતીની ખેતી વિષે જાણકારી મેળવી તેને એક ખેડૂત પાસે મોતીની ખેતી વિષે સાંભર્યું હતું તે ખેડૂત પાસેથી મોતીની ખેતી વિષે જાણકારી મેળવી
તેને મોતીની ખેતીની શરૂયાત પોતાના ગામ થી કરી હતી તેના માટે તેમને સૌ પ્રથમ એક પછી એક એમ પાંચ તળાવ ખોડવ્યા તે પછી તેમને બહાર થી સિપિયા મંગાવીને મોતીની ખેતી શરૂ કરી આ માટે તેમને બે લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો દોઢ વર્ષ પછી જયારે મોતી તૈયાર થયા ત્યારે તેમને ખુબ કમાણી થઇ હતી આ તૈયાર થયેલા મોતી રાજસ્થાન,કેરલ અને વિદેશમાં ખુબ માંગ હોય છે આજે નીરવ વર્ષે પાંચ લાખ જેટલી કમાણી કરે છે