વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા ખૂબ જ ઉપયોગી છે. ગણતરીના સમયમાં કોઈ પણ માહિતી હજારો લોકો સુધી સોશિયલ મીડિયાની મદદથી પહોંચી શકે છે. ત્યારે સોશિયલ મીડિયા પર ઘણી વખત કોમેડી વીડિયો પણ વાયરલ થાય છે. આવા વીડિયોથી કોઈ વ્યક્તિ રાતોરાત સ્ટાર બની ગયો હોય તેવું પણ સામે આવે છે. ત્યારે સોશિયલ મીડીયામાં એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં લોકો જેવું કર્મ કરે છે તેવું ફળ તેમને મળે છે તે દેખાય છે.
સોશિયલ મીડિયામાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં એક વ્યક્તિ રસ્તા પર રહેલા શ્વાનને હેરાન પરેશાન કરે છે. વીડિયોમાં દેખાઈ રહેલો વ્યક્તિને શ્વાનના કાન પડકીને તેને હેરાન પરેશાન કરે છે. વ્યક્તિ શ્વાનને માર મારતો હોવાના કારણે શ્વાન પીડાના કારણે કણસી રહ્યુ હોય છે. તેવામાં શ્વાનની પીડા જોઈને એક ગાય તેની મદદ કરવા માટે આગળ આવે છે. ગાય શ્વાનને માર મારનાર વ્યક્તિને માથું મારીને જમીન પર પછાડી દે છે. ગાયે મારતાની સાથે જ આ વ્યક્તિને શ્વાનને છોડી મૂકે છે અને ત્યારબાદ શ્વાન ભાગી જાય છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલો આ વીડિયો સુશાંત નંદ IFS દ્વારા ટવીટ કરવામાં આવ્યો છે. સુશાંત નંદ ભારતીય વન સેવાના એક અધિકારી છે. તેમને વીડિયો ટવીટ કર્યો છે તેમાં લખ્યું છે કર્મ. આ વીડિયોના અત્યાર સુધીમાં 1.3 લાખ કરતા વધારે લોકો જોઈ ચૂક્યા છે અને ત્યારબાદ 3000 કરતા પણ વધારે લોકોએ આ વીડિયોને રી-ટવીટ કર્યો છે. તો ઘણા લોકોએ આ વીડિયોમાં કોમેન્ટ કરીને શ્વાનના પીડા આપતા યુવકની ટીકા પણ કરી છે. તો ઘણા લોકોએ વીડિયો બનાવનારા લોકોને પણ નિશાને લીધા છે.
સૌરભ ચૌધરી નામના એક યુવકે આ વીડિયો પર કોમેન્ટ કરી છે કે, સર આ લોકો એટલા ક્રૂર કેવી રીતે હોઈ શકે છે? જે અબોલ શ્વાનને માર મારીને સળગાવી પણ દે છે. એ પણ એટલા માટે કે તશ્વાને તેમની બકરીઓને ભગાડી મૂકી હતી. આ મારા ઘરની નજીકમાં રહેતા કેટલાક લોકો દ્વારા કરવામાં આવ્યું હતું. સર આવા અબોલ માટે પણ કોઈ કાયદો છે.