ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૨મા ભારત-પાકિસ્તાન વચ્ચે થશે મેચ, આ જગ્યાએ રમાશે

trending

ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇવોલ્ટેજ મેચ માટે ફેન્સ ખૂબ જ રાહ જોતા હોય છે. T20 વર્લ્ડ કપમાં ૨૪ ઓક્ટોબરના રોજ બંને ટીમો છેલ્લી વખત સામસામે થઈ હતી. બાબર આઝમની કેપ્ટન્સીવાળી પાકિસ્તાની ટીમે ભારતીય ટીમને શરમજનક ૧૦ વિકેટે હાર આપી હતી. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પાકિસ્તાની ટીમ પહેલી વખત ભારતીય ટીમને હરાવવામાં સફળ થઈ હતી. વિરાટ કોહલી હવે T20 ટીમની કેપ્ટન્સી છોડી ચૂક્યો છે. રોહિત શર્માને ટીમની કેપ્ટન્સી સોંપવામાં આવી છે. એવામાં બદલો લેવાની જવાબદારી રોહિત શર્મા પાસે છે.

એક સ્પોર્ટ્સ વેબસાઈટના રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૨૨ના T20 એશિયા કપનું આયોજન સપ્ટેમ્બરમાં શ્રીલંકામાં થશે. ટૂર્નામેન્ટમાં એશિયાની બધી ટીમો ઉતરે છે. એવામાં ફરી એક વખત ભારત અને પાકિસ્તાન વચ્ચેની હાઇવોલ્ટેજ મેચ જોવા મળશે. ગત દિવસોમાં થયેલી એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ની બેઠકમાં શ્રીલંકાને મેજબાની આપવામાં આવી હતી. વર્ષ ૨૦૨૩નો એશિયા કપ પાકિસ્તાનમાં થવાનો છે. જોકે તે ૫૦ ઓવર ફોર્મેટનો એશિયા કપ હશે પરંતુ ભારતીય ટીમ મેચ રમવા માટે પાકિસ્તાન જશે કે નહીં તે હજુ સ્પષ્ટ થઈ શક્યું નથી.

T20 એશિયા કપ સિવાય આવતા વર્ષે T20 વર્લ્ડ કપ થવાનો છે. આ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાને ટૂર્નામેન્ટની મેજબાની મળશે. ઑક્ટોબર-નવેમ્બરમાં આયોજન થવાનું છે. તેમાં પણ ભારત અને પાકિસ્તાનની મેચ થઈ શકે છે. હાલના વર્લ્ડ કપની વાત કરીએ તો પાકિસ્તાનની ટીમે ૬માથી ૫ મેચ જીતી. પાકિસ્તાનની ટીમને સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હાર મળી હતી. બીજી તરફ ભારતીય ટીમની વાત કરીએ તો ભારતીય ટીમ ૫માથી માત્ર ૩ મેચ જીતી શકી હતી. પાકિસ્તાન સિવાય ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પણ હાર મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *