દુનિયાની સાત અજાયબીના નામ સાંભરતા જ તમને તાજમહાલનું દ્રશ્ય યાદ આવતું હશે. દુનિયાની શ્રેષ્ઠ ઇમારતોમાં એક તાજમહેલનું નામ આવે છે. આ મહેલ શાહજહાંએ તેમની બેગમ મુમતાજની યાદમાં બનાવ્યો હતો. આને આખા વિશ્વમાં પ્રેમના એક અદભુત મિશાલ તરીકે ઓરખવામાં આવે છે. આ જગ્યાએ દેશ વિદેશથી લોકો જોવા અને માણવા માટે આવતા હોય છે.
તમને ખબર ના હોય તો જણાવું મુમતાજ મહેલના છત પર એક છેદ છે. તેના પાછળ બહુ બધી કહાનીઓ સંભારવામાં આવી હશે. તેની હકીકત એવી છે કે શાહજહાંએ તાજમહેલ બની ગયા પછી બધા મજૂરોના હાથ કાપવાની જાહેરાત કરી હતી કારણકે તેઓ બીજું કોઈ તાજમહેલ ના બનાવી શકે. તો મજૂરોએ તેના છત પર એવી ખામી રાખી દીધી જેનાથી શાહજહાંનો બદલો લઇ શકાય.
તાજમહેલનો આધાર એક એવી લાકડી પર બનેલો છે જેને મજબૂત રાખવા માટે જરૂરી છે. તાજમહેલના બાજુમાં યમુના નદી ના વહેતી હોત તો આ લાકડી મજબૂત ના હોત. આ લાકડી નદીના પાણીથી નમો રોકે છે. એટલા માટે યમુના નદી ના હોત તો તાજમહેલ પડી ગયો હોત. તાજમહેલના ચારેબાજુ આવેલા મિનાર એકબીજા બાજુ નમેલા છે. તેવું એટલા માટે છે કે વીજળી કે ભૂકંપ આવે તો પણ ઇમારતને કઈ નુકશાન ન થાય.
આ વાત સાંભરીને તમને નવાઈ લાગશે તાજમહેલમાં લાગેલા બધા ફુવારા એક સાથે જ કામ કરે છે. દરેક ફુવારાની નીચે એક ટાંકી લાગેલી છે. ત્યાં આવેલા ફુવારા મશીન કે મોટર વગર કામ કરે છે. તાજમહેલની કલાકૃતિમાં ૨૮ પ્રકારના નાયાબ પથ્થરો લગાવવામાં આવ્યા હતા. આ પથ્થર ચીન, શ્રીલંકા અને તિબ્બત થી મંગાવામાં આવ્યા હતા. પરંતુ અંગ્રેજોએ આ કિંમતી પથ્થરો કઢાવી નાખ્યા હતા.
૧૬૩૨ થી ૧૬૫૩ ના સમયગારામાં જયારે તાજમહેલ બન્યો હતો ત્યારે તેના પર બત્રીશ મિલિયન ખર્ચ થયો હતો. શાહજહાંનું એક સપનું હતું કે તે પોતાના માટે પણ એક કાળો તાજમહેલ બનાવવો પરંતુ તેના બેટા ઔરંગજેબ દ્વારા કેદ કરવાના કારણે તેમનું સપનું અધૂરું રહી ગયું. તાજમહેલ જોડે પહેલી સેલ્ફી જ્યોર્જ હેરિસન નામના વ્યક્તિએ લીધી હતી. આ મહેલનો કલર પણ બદલાય છે. દિવસ ના અલગ અલગ સમયે તેનો રંગ બદલાતો હોય છે. સવારે ગુલાબી કલરનો દેખાય છે તો સાંજે સફેદ કલરનો દેખાવા લાગે છે. તો ચાંદની રાતે સોનેરી દેખાવા લાગે છે.
તાજમહેલને જોવા માટે એક દિવસમાં બાર હજારથી પણ વધુ સહેલાણીઓ આવે છે. આટલા લોગો આખા વિશ્વની કોઈ પણ ઇમારતને જોવા જતા નથી. આ કારણે ભારતની આ ઇમારત પુરા વિશ્વમાં ખુબ ખ્યાતનામ છે.