આપણા ઘરની અંદર અમુક એવી વસ્તુઓ હોય છે કે જે કામની ન હોય. ઘણી એવી વસ્તુઓ હોય છે કે જેને આપણે ઉપયોગમાં પણ નથી લેતા અને તેને ફેકી પણ નથી શકતા. નિર્જીવ વસ્તુઓ માં હંમેશા નકારાત્મક ઉર્જા હોય છે. જેનાથી ઘરમાં રહેતા સભ્યો પર ખરાબ અસર પડે છે.
ઘરમાં રહેલા નકામા અને તૂટેલા ફૂટેલા સામાન ને ફેંકી દો તેવા સામાનને જોઈને લક્ષ્મી માતા નારાજ થાય છે. પૈસા રાખવાની જગ્યાએ ક્યારેય પણ વાદળી રંગનું ચિત્ર રાખવું જોઈએ નહીં. કારણ કે તેને પાણી નો કલર કહેવાય છે અને પાણી હંમેશા વહેતું હોય છે. માટે ધન કે કોઈ કીમતી સામાન જોડે વાદળી રંગનું ચિત્ર ન રાખવું જોઈએ.
ફાટેલા પર્સમાં કે તૂટેલી તિજોરીમાં ક્યારેય પણ પૈસા રહેતા નથી. તમે તમારી તિજોરી ની અંદર કુબેર મંત્ર રાખી લો છો તો તે ખૂબ જ ફાયદાકારક છે. તે સિવાય ઘરમાં તુટેલુ ફર્નિચર હોય તો ઘરમાં પૈસા અને વિકાસમાં અવરોધ પેદા થાય છે. જોડે પરિવારના સભ્યો પર સ્વાસ્થ્યની વિપરીત અસર થાય છે. જો ફર્નિચર તૂટેલું હોય તો તેને સરખુ કરાવી દેવું જોઈએ.
તમારા ઘરની અંદર રાખેલા સોફા કે બેડ પર રાખેલી ચાદર ગંદી ન હોવી જોઈએ. જો એવું હોય તો તેને તરત બદલી લેવું જોઈએ કારણકે તેનાથી ઘરમાં નકારાત્મક ઉજા પેદા થાય છે.
ઘરના ધાબા પર તૂટેલી-ફૂટેલી વસ્તુઓ અથવા નકામી વસ્તુઓ ન રાખવી જોઈએ. જેનાથી આર્થિક પરિસ્થિતિ ખરાબ થાય છે. માનસિક સ્થિતિ અને નાણાકીય અસર પડે છે. ખાસ કરીને ઘરમાં કાચની તૂટેલી-ફૂટેલી વસ્તુઓ ન રાખવી જોઈએ.