આપણી ભારતીય સંસ્કૃતિમાં કિન્નરને ઘણું મહત્વ આપવામાં આવતું હોય છે. તેમને લગતી ઘણી વાતો તમે સાંભરી પણ હશે. તેમને લગતી અમુક વાતો આપણા સામાન્ય જીવન પર પણ અસર કરે છે. તમને પૈસા સંબધિત તકલીફો હોય તો આ વાત જાણી લો.
આપણા ભારતીય હિન્દૂ ધર્મ અનુસાર કિન્નરો દ્વારા આપવામાં આવતા દાનને અક્ષય પુણ્ય દાણ કહેવામાં આવે છે. જો તેઓ સાચા દિલથી તમારા માટે કઈ પ્રાર્થના કરે છે તો તમે કઈ પણ મુશ્કેલીથી સરળતાથી બચી શકો છો. માટે કિન્નર કોઈના દ્વારે આવે તો કોઈ ખાલી હાથે જવા દેતું નથી.
જયારે કોઈ કિન્નર તમને ૧ રૂપિયાનો સિક્કો આપે છે તો તે તમારી પૈસા સંબધિત સમસ્યાઓ દૂર થતી હોય છે. જોઈ કોઈ કિન્નરને તમારા કામથી પ્રભાવિત થઇને તેને આનંદ અને ખુશી થતી હોય ત્યારે તે ૧ રૂપિયાનો અથવા કોઈ અન્ય સિક્કો આપે છે તો તેને લીલા કપડામાં વીંટીને તેને તમારા ઘરની તિજોરીમાં અથવા તમારા પર્સમાં રાખી દો. તેવું કરવાથી તમારી પૈસા સંબધિત સમસ્યાઓ દૂર થશે.
કિન્નરને દાણ કરવામાં આવે તો પુણ્ય તો મળે જ છે તેનાથી મળતી તેમની ભાવનાઓથી તમને આવનારી મુશ્કેલીઓથી બચો છો.તેમના દ્વારા જે કઈ મળે તેને સાચવીને રાખવું ખુબ શુભ માનવામાં આવે છે. કિન્નરોને આપણા શાસ્ત્રોમાં બહુ જ શુભ માનવામાં આવે છે.
જયારે આપણા ઘરમાં ખુશીનો માહોલ જેવા કે લગ્ન હોય, ઘરે બાળક થયું હોય કે બીજો કોઈ ખુશીનો પ્રસંગ ત્યરે તેઓ આપણા ઘરે આવતા હોય છે. ક્યારેય પણ કિન્નરોનું અપમાન ન કરવું જોઈએ નહીંતર આપણી જોડે દુર્ભાગ્ય સમય શરુ થઇ જતો હોય છે.
જો તમને બુધવારના દિવસે કિન્નર તમને સામે મળી જાય તો તમારે તેમની જોડેથી એક અથવા બે રૂપિયાનો સિક્કો લઇ લેવાનો. એ તમને આસાનીથી સિક્કો નહિ આપે પણ તમારે સામે કઈ આપવું પડશે. જો તમને તે એક રૂપિયાનો સિક્કો આપી દે છે તો તમે ખુબ ભાગ્યશાળી છો. જેનાથી તમારું જીવન માલામાલ થઇ જશે.