હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી ઋતુઓ નો માહોલ છે ત્યારે મોટાભાગના તળાવ નદી કે ડેમ છલકાઈ રહ્યા છે અને તેમાં ડૂબીને મૃત્યુ થવાની દુઃખદ ઘટના સામે આવી રહી છે હાલમાં જ ખૂબ દુખદ ઘટના બની જેમાં બે સગા ભાઈ અનેક અન્ય મિત્ર સહિત ત્રણ યુવાનના તળાવમાં ડૂબી જવાથી મુત્યુ થયા હતા
થોડા સમય પહેલા મોહમ્મદ પુરા તરફ જતા પીંપળીયા તળાવમાં ૩ યુવાનો રાત્રિના સમયે નાહવા પડ્યા હતા જે એકાએક ડૂબવા લાગ્યા હતા જેમના મૃતદેહો સ્થાનિક તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ ઘટનાસ્થળે પોલીસ આવીને તપાસ હાથ ધરી હતી
કુલદીપ પટેલ યોગેશ પટેલ સંજય પટેલ જગદીશ પટેલ તેમજ અન્ય બે મિત્રો મરીને કુલ છ લોકો શુક્રવારના દિવસે પીપળીયા તળાવ પાસે ગયા હતા જેમા સંજય અને કુલદીપ તળાવમાં ન્હાવા પડયા હતા તે ડૂબવા લાગતા યોગેશ પટેલ તેમને બચાવવા માટે તળાવ માં ગયો હતો આમ આ ત્રણ ના તળાવમાં ડૂબવાથી મૃત્યુ થયા હતા
આજુબાજુના ગામના લોકો ને આ ઘટનાની જાણ થતાં ખૂબ મોટી સંખ્યામાં ગામલોકો આ તળાવની આજુબાજુ એકઠા થયા હતા પરંતુ રાત્રીનો અંધકાર હોવાથી આ ત્રણ યુવાનોને શોધવા ખૂબ મુશ્કેલ હતા તેથી તેમને સવારે તરવૈયાઓની ટીમ બોલાવીને શોધખોળ શરૂ કરાઇ હતી ખૂબ મહેનત પછી આ ત્રણ જણાના મૃત દેહ બહાર કાઢવામાં સફળતા મળી હતી
તેમના પરિવારમાં આ ઘટનાની જાણ થતાં આખો પરિવાર ખૂબ ધ્રુસકે ને ધ્રુસકે રડતો હતો તેમજ ગામમાં પણ માતમ છવાઇ ગયો હતો
image source:- gujarati akhbar