તો મિત્રો ઘણા સમય થી તાલિબાનનું નામ દરેક ચમાચારની ચેનલ ઉપર આવતું હશે.તાલિબાન જેનું નામ સાભરીને લોકો ડરના મારે થર થર કંપવા માંડયે છે.તાલિબાને પહેલા અફઘાનિસ્તાન ઉપર પોતાનું નિયત્રંણ મેરવુ હતું ત્યારે મહિલાઓ ઉપર જે ત્રાસ ગુજરાવામાં આવતો તે ખુબ ભયાનક હતો.અમેરિકાએ તાલિબાન રાજ ને ખતમ કરી નખ્યું હતું પણ આજે ૨૦ વર્ષ પછી તાલિબાને પાછું અફઘાન ઉપર કબ્જો મેળવ્યો છે.
જ્યારથી અફઘાન ઉપર તાલિબાને કબ્જો મેળવ્યો છે.ત્યારથી અફઘાન લોકોમાં દેશ છોડીને જવા માટે ભાગદોડ મચી છે.તાલિબાનથી ડરીને અફઘાન રાષ્ટ્પતિ દેશ છોડીને ચાલ્યા ગયા છે.તેમની સાથે બીજા ઘણા લોકોએ પણ અફઘાન છોડી દીધું છે.આજે તાલિબાન મહિલાઓ માટે નવા કાયદા અમલમાં મુક્યા છે.તેના કાયદાનું પાલન નકરનાર વ્યક્તિને ખુબ આકરી સજા આપવામાં આવે છે.
એક તરફ આખા વિશ્વમાં મહિલાઓને આઝાદી આપવામાં આવે છે.ત્યારે તાલિબાન મહિલાઓની આઝાદીને કેદ કરવા માંગે છે.તાલિબાન ક્રુરતાની બધી હદો પાર કરી ચૂક્યું છે.તાલિબાન નિયમોનું પાલન ન કરનાર વ્યક્તિને ભયાનક સજાઓ આપે છે.
તાલિબાની હુકુમત મહિલાઓને ઘરમાંજ કેદ રાખે છે.આજે વિશ્વની મહિલાઓ મોટી મોટી સફળતા મેળવે છે ત્યારે તાલિબાની હુકુમત મહિલાઓને ભણવાની અને નોકરી પર જવાની સખ્ત મનાઈ છે અને જે આ નિયમનો ભંગ કરે તેને આકરી સજા આપવામાં આવે છે.
આઠ વર્ષથી મોટી છોકરીને બુરખો પહેરવો ખુબ જરૂરી છે.આજે મહિલાઓ અંતરિક્ષના સફરમાં એકલી નિકરી જાય છે.ત્યારે તાલિબાન મહિલાઓ માટે એવો કાયદા બનવ્યો છે જે જાણીને તમને નવાઈ લાગશે જો સ્ત્રીને ઘરની બહાર જવું હશે તો પુરુષ સાથે હોવો જરૂરી છે.મહિલાઓએ ઊંચી એડી વાળા ચંપલ કે સેન્ડલ પહેરવા જોઈએ નહીં.
આજે સ્ત્રીઓ પોતાના બુદ્ધિ થી દેશની સંસદસભા ગજવી નાખે છે ત્યારે તાલિબાન કહે છે મહિલાઓ ઊંચા અવાજે વાત કરી શકે નહીં અને તે વાત કરે ત્યારે તેમનો અવાજ ઘરના સભ્ય સિવાય બીજાને સંભરાવો જોઈએ નહીં. છાપું કે દુકાની બહાર મહિલાઓના ફોટા લગાવા નહીં.તે ઘરની બાલ્કનીમાં જવાની મનાઈ છે.
તાલિબાન મહિલાઓને નાક કાપવાથી માંડી આંખ નીકરવા સુધીની સજા તાલિબાન આપી ચૂક્યું છે.મહિલાઓ પોતાના નીલ પોલીસ કરવાની મણિ છે.તાલિબાને આવા કડક નિયમો મહિલાઓ માટે બનાવ્યા છે.