તો મિત્રો તમે જાણતા હશો કે હાલ અફઘાનિસ્તાનમાં હાલત સામાન્ય રહયા નથી.અફઘાનિસ્તાનમાં ની સડકો પર લોકો દેશ છોડવા માટે અફરાતફરી કરી રહ્યા છે.અફઘાન સરકારના શાશનને તલીબાન પોતાના કંટ્રોલ માં લઈ લીધું છે.ત્યાંના રાષ્ટ્રપતિ અશરફ ઘની પણ તલીબાન થી ડરીને દેશ છોડીને નાસી છૂટ્યા છે.હાલ કાબુલ એરપોર્ટ પર તાલિબાન થી ગભરાઈને દેશ છોડી દેવા માટે લાખોની સંખ્યા રાહ જોઈ ને બેઠા છે કે કોઈ મહાસત્તા આવે અને અમને તાલિબાન ક્રૂર શાશનથી બચાવે સાલ 1996 થી 2001 સુધી અફઘાન લોકો તાલિબાનનું શાશન જોઈ ચુક્યા છે.અફઘાન લોકો આ શાશન ફરી જોવા માગતા નથી.
અફઘાનિસ્તાનમાં તલીબાનના લડાકુ તાલિબાન માટે મરવાથી પણ નથી ગભરાતા આજે અફઘાનમાં તાલિબાન ના લોકો તેમની બધી હદો પાર કરી ચુક્યા છે.ત્યાંની હાલત એટલા ખરાબ છે અફઘાની લોક દેશ છોડવા માટે કંઈપણ કરી શકે છે. કાબુલ એપોર્ટના ફોટો અને વિડીયો ઉપરથી નક્કી કરી શકાય કે અફઘાની લોકો દેશ છોડવા માટે શું નથી કરી રહ્યા તે એરપોર્ટના રનવે પર વિમાન સાથે દોડતા જોવા મળે છે ઘણા લોકો વિમાનના ટાયર ઉપર બેસીને દેશ છોડવા આજે મજબુર છે. જ્યારથી તાલિબાને અફઘાનિસ્તાની રાજધાની કાબુલ પર નિયત્રંણ મળૅવું છે ત્યારથી હરકોઈ અફઘાન છોડવા માગે છે.આવા આતંક વચ્ચે એક હિન્દૂ પૂજારી એ અફઘાનિસ્તાન છોડવાની ના પાડી અને કહ્યું હું અહીં રહીને ધર્મની રક્ષા કરીશ. કોણ છે આ પૂજારી જેને તાલિબાન પણ ડરાવી શકતું નથી
અફઘાનિસ્તાની રાજધાની કાબુલમાં રાતણનાથજી નામનું એક હિન્દૂ મંદિર આવેલું છે તેના પૂજારી પંડિત રાજેશકુમાર છે.જેમને અફઘાનિસ્તાન છોડવાની મનાઈ કરી દીધી.એક રિપોર્ટ અનુસાર રાજેશકુમારને કહે છે ઘણા હિન્દૂ લોકોએ મને કાબુલ છોડી દેવા માટે કહેવામાં આવ્યું હતું તેમને ટિકિટ થી માંડીને તેમના રોકવા સુધીની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી.રાજેશકુમાર કહેવા પ્રમાણે તેમના પૂર્વજો આ મંદિરમાં વર્ષો સુધી પૂજા કરી છે.તેથી હું મંદિર છોડવાનો નથી જો તલીબાન મને મારી નાખશે તો હું એને સેવા માનીશ પણ ગમે તે પરિસ્થિતિ થાય પણ હું આ હિન્દૂ મંદિર છોડાવનો નથી રાજેશ કુમારને તાલિબાનો કોઈપણ જાતનો ડર નથી.તે બહાદુરી સાથે તાલિબાનો સામનો કરવા તૈયાર છે.