રશિયાએ અફઘાનિસ્તાન મુદ્દાને લઈને મૉસ્કો ફોર્મેટ મીટિંગ બોલાવી છે. વર્ષ 2017થી શરૂઆત થયેલું મૉસ્કો ફોર્મેટ અફઘાનિસ્તાનના મુદ્દાને લઈને બનાવવામાં આવ્યું હતું. આ બેઠકમાં સામેલ થવા માટે અમેરિકા, ચીન, ભારત, ઈરાન અને પાકિસ્તાન સહિત 10 દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાનમાં સત્તા મેળવ્યા બાદ આ પહેલી વખત છે જ્યારે રશિયા આ મીટિંગનું આયોજન કરી રહ્યું છે અને તાલિબાનના અફઘાનિસ્તાનમાં નિયંત્રણ બાદ આ પહેલી વખત છે જ્યારે ભારતીય પ્રતિનિધિમંડળ અને તાલિબાનના અધિકારી એકબીજા સામસામે આવ્યા છે.
આ મીટિંગ દરમિયાન ભારતીય પ્રતિનિધિ મંડળે મોટો નિર્ણય લેતા અફઘાનિસ્તાનને મદદ પહોંચાડવાનો નિર્ણય લીધો છે. તાલિબાનના સત્તાવાર પ્રવક્તા જબીહુલ્લા મુજાહીદે પોતાની ટ્વીટમાં આ વાતને સ્પષ્ટ કરી છે કે ભારત અફઘાનિસ્તાનની મદદ કરવા માટે તૈયાર છે. તેણે પોતાની ટ્વીટમાં લખ્યું કે મૉસ્કોમાં થયેલી બેઠકમાં ભારતીય અધિકારીએ કહ્યું કે અફઘાનિસ્તાનના લોકોને માનવીય સહાયતાની જરૂરિયાત છે. અફઘાનિસ્તાન મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. ભારત અફઘાનિસ્તાનને માનવીય સહાયતા પ્રદાન કરવા માટે તૈયાર છે જોકે અત્યાર સુધી ભારત તરફથી સત્તાવાર નિવેદન આવ્યું નથી.
રશિયા સિવાય તાજિકિસ્તાન અને ઉજ્બેકિસ્તાને પણ તાલિબાન સરકારને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે જે વાયદા તાલિબાન સરકારે સાર્વજનિક રૂપે કર્યા છે તેને પુરા કર્યા નથી. તો કતર પણ તાલિબાનને કહી ચૂક્યું છે કે તેમણે જો તાલિબાન સરકાર ચલાવવી હોય તો કરત પાસે શીખવું જોઈએ. એ સિવાય કેટલાક મુસ્લિમ દેશ તાલિબાનમાં વિદેશ મંત્રીઓને મોકલીને સમાવેશી સરકાર ચલાવવા અને સમાજમાં મહિલાઓની ભૂમિકાના મહત્ત્વ માટે પણ અફઘાનિસ્તાન પહોંચવાનો પ્લાન કરી રહ્યા છે.
પાકિસ્તાન તાલિબાનને સપોર્ટ કરે છે અને અફઘાનિસ્તાનમાં ખરાબ પરિસ્થિતિ વચ્ચે આ દેશને મદદ પણ પહોંચાડી રહ્યું છે પરંતુ પાકિસ્તાનની પણ સીમાઓ છે કેમ કે પાકિસ્તાન પોતે જ આર્થિક સંકટમાંથી ખરાબ રીતે ઝઝૂમી રહ્યું છે. ચીને પણ અત્યાર સુધી તાલિબાનને લઈને વધારે ઉત્સાહભર્યું વલણ દેખાડ્યું નથી. એવામાં તાલિબાન સતત પ્રયત્ન કરી રહ્યું છે કે તેને જેટલી વધારે થઈ શકે મદદ મળે.