રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દસ વર્ષથી પશુપાલકોના લાભાર્થે શિબિર યોજવામાં આવે છે તે અંતર્ગત પશુપાલન ખાતુ અને જિલ્લા પંચાયત વડોદરાના સંકલનમાં રહી તાલુકા કક્ષાએ પશુપાલન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત આજરોજ ડભોઇ પશુ ચિકિત્સાલયના પશુચિકિત્સા અધિકારી ડો. નિરવ કે. પટેલ અને વડોદરા જિલ્લાના મદદનીશ પશુપાલન નિયામક ડો. એન. જી. શેખના માર્ગદર્શન અને સહયોગથી ડભોઇ – દર્ભાવતિ નગરીમાં તાલુકા કક્ષાની પશુપાલન શિબિર સત્તર ગામ પટેલ સમાજની વાડી ખાતે યોજવામાં આવી હતી. જેમાં ડભોઈ તાલુકાના વિવિધ ગામોના પશુપાલકોએ મોટી સંખ્યામાં ભાગ લઈ પશુપાલનની આધુનિક ટેકનોલોજી અને સગવડો વિશે માહિતી મેળવી હતી.
આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે અને આ ખેતીપ્રધાન દેશમાં ખેડૂત તેમજ પશુપાલકોના ઉત્થાન અને ઉતક્સૅ માટે પ્રાધાન્ય આપી ઉત્પાદન વધારવા માટે પ્રયત્નો કરવામાં આવે છે. ઉલ્લેખનિય છે કે હાલ સરકાર તરફથી અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે અને છેવાડેના વ્યક્તિને પણ સરકારની પ્રવર્તમાન વિવિધ યોજનાઓથી માહિતગાર થાય અને તેના લાભ મેળવી શકે તે માટે અનેક કાર્યક્રમ કરવામાં આવતા હોય છે.
જેમાં આજરોજ ડભોઇ – દભૉવતી નગરીમાં તાલુકા કક્ષાએ પશુપાલન તાલીમ શિબિરનું આયોન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને ઉપસ્થિત મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ તાલીમ શિબિર માં તાલુકાના પશુપાલકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને પશુપાલન વિશે અનેક લેટેસ્ટ મહિતી મેળવી હતી . આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓએ રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજના જેવી કે વીદ્યુત સંચાલિત ચફકટર માટે સહાય યોજના, ૧ થી ૨૦ દેશી દુધાળા પશુઓના એકમની સ્થાપના માટે વ્યાજ સહાયની યોજના, અકસ્માતે પશુ મૃત્યુ વળતર ચુકવવાની યોજના, દૂધ ઉત્પાદન હરીફાઈ યોજના, સહિતની વિવિધ સહાયકારી યોજનાઓ વિશેની સંપૂર્ણ માહિતી પશુ પાલકોને આપીને આ યોજનાઓનો લાભ પશુપાલકોને લેવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ૭૫માં ‘ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે ‘ આપનું ગામ આપણું ગૌરવ’ અને ‘ કૃષિ સહાય યોજના હેઠળ’ ૭૫ વૃક્ષ ઉછેરવા, ૭૫ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી કરવી, અને ૭૫ પ્રજાસત્તાક પ્રભાતફેરી કરવી, જેવા કાર્યક્રમો રજૂ કરીને તાલુકાના છેવાડાના ખેડૂત અને પશુપાલકોને તેનો લાભ મળવો જોઇએ તવી હાકલ કરવામાં આવી છે. ત્યારે ડભોઇખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પશુપાલકોને ઉચ્ચત્તમ માહિતીઓ અને આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન આપી વધુ નફો કઈ રીતે મેળવવો એ અંગે માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં દરેક પશુપાલકને એક માહિતી પુસ્તિકા આપવમાં આવી હતી જેનાથી પશુપાલકો વૈજ્ઞાનિક ઢબે પશુઓનો ઉછેર કરી શકે.
આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઇ પટેલ (વકીલ), ડો. વિક્રાંત ધરાસિયા (નાયબ પશુપાલન નિયામક છોટાઉદેપુર જિલ્લો), ડૉ. એન .જી .શેખ (મદદનીશ પશુપાલન નિયામક વડોદરા જિલ્લો ), ડૉ. બીપીન પ્રજાપતિ (મદદનીશ પશુપાલન નિયામક ઘનિષ્ટ પશુ સુધારક યોજક વડોદરા), ડૉ. એમ.એન.ગોસ્વામી (મદદનીશ પશુપાલન નિયામક ઘનિષ્ટ મરઘાં વિકાસ ઘટક વડોદરા), ડૉ. જે. આર. બાડજા (પશુ ચિકિત્સક અધિકારી, શિનોર), ડૉ. નીરવ કે.પટેલ ( પશુ ચિકિત્સક અધિકારી ડભોઇ )સહિતના તજજ્ઞો, સ્થાનિક આગેવાનો અને પશુપાલકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ અને સાર્થક બનાવ્યો હતો.