ઘરની અંદર જો અચાનક જ ઉંદરો વધવા લાગે તો તેને શુભ માનવું કે અશુભ. તેમાં ઘણા લોકોની અલગ અલગ ધારણાઓ રહેતી હોય છે. કોઈ તેને શુભ માને છે તો કોઈ તેને અશુભ પણ માનતા હોય છે. શુભ અને અશુભ માં ઉંદરની ક્રિયાઓ જોવામાં આવતી હોય છે કે તે શું કરે છે.
આવું થાય તો અશુભ માનવામાં આવે છે.
1) પ્રાચીન માન્યતાઓ પર જોવામાં આવે તો જો અચાનક ઘરમાં ઉંદરોની સંખ્યા વધી જાય અને ખૂબ પ્રયત્નો કરવા છતાં પણ જો ઘરની બહાર ન જાય તો સમસ્યા આવવાના સંકેત માનવામાં આવે છે.
2) કહેવાય છે કે ઉંદરો મોટા મોટા દર બનાવી રહ્યા છે ખૂબ પ્રયત્નો કરવા છતાં પણ ઘર નથી છોડતા તો એવું માનવામાં આવે છે કે તમારો દુશ્મન તમને નુકશાન પહોચાડી શકે છે.
3) ઘરમાં ઉંદરો વધુ હોય અને ઘરના સામાનને નુકશાન પહોચાડી રહ્યા હોય તો સુખ સમૃદ્ધિમાં હાની પહોંચાડી શકે છે.
આવું થાય તો શુભ માનવામાં આવે છે.
1) ઉંદર જેવા દેખાતા છછુંદર ઘરમાં દેખાય તો શુભ માનવામાં આવે છે. તેને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે.
2) એવું પણ કહેવાય છે કે એકસાથે એક કરતા વધારે છછુંદર લાઇન બનાવે છે તો ખૂબ જલ્દી ધન પ્રાપ્તિ થાય છે.
3) ઉંદર અને છછુંદર ને મારવા ન જોઈએ તેવું કરવાથી પાપ લાગે છે તેવું કહેવાય છે.
ઉંદરને ભગવાન ગણેશનું વાહન માનવામાં આવે છે માટે તેને નુકશાન ન પહોંચાડવું જોઈએ.
