તમારી રાશિ મુજબ કયું રત્ન તમારે ધારણ કરવું જોઈએ, જે તમને શુભ ફળ આપે છે જાણો…

Astrology

આપણા હિન્દૂ ધર્મ મા રત્નો ગનુજ મહત્વ છે અને લોકો ની રત્નો માટે આસ્થા જોડાયેલી છે ને રત્નો ધારણ કરીને લોકોની કિસ્મત બદલાય છે તો રાશિ મુજબ રત્ન ધારણ કરવામાં આવે તો ચોક્કસ ફાયદો થાય છે ને લાભ મળે છે આજે ગણા લોકો રત્નો ધારણ કરે છે.

દરેક રાશિના સ્વામી મુજબ 12 રાશિ માટેના રત્ન નક્કી કરેલા હોય છે તો કયે રાશિ માટે કયું રત્ન ધારણ કરવામાં આવે તો ગણા જ શુભ ફળ મળે છે આપની રાશિ મુજબ આપના માટે ક્યું રત્ન શુભ છે તે જાણી ને ધારણ કરવું જોઈએ.

સામાન્ય રીતે રત્ન ધારણ કરતા પહેલા જન્મ કુંડળનો અભ્યાસ કરતા હોય છે અને જ્યોતિષ ની સલાહ લઇને જ રત્ન ધારણ કરવા જોઇએ રાશિના સ્વામી મુજબ બારેય રાશિ માટેના રત્ન નક્કી કરેલા છે તો આપની રાશિ મુજબ આપના માટે ક્યું રત્ન શુભ છે જાણીએ.

મેષ :
મેષ રાશિનો સ્વામી મંગળ છે જ્યોતિષ શાસ્ત્ર મુજબ મેષ રાશિના વ્યેક્તિ એ મૂંગા ઘારણ કરવું શુભ મનાય છે તો મેષ રાશિના જાતકે મૂંગા રત્ન ધારણ કરવું.

વૃષભ :
વૃષભ રાશિના સ્વામી શુક્રદેવ છે જ્યોતિષ રત્ન શાસ્ત્ર મુજબ વૃષભ જાતિના લોકોએ હીરાનું રત્ન ઘારણ કરવું જોઇએ.

મિથુન :
મિથુન રાશિનો સ્વામી બુદ્ધ છે. જ્યોતિષ રત્ન શાસ્ત્ર મુજબ મિથુન રાશિના જાતકે પન્ના ઘારણ કરવું જોઇએ. મિથુન રાશિ માટે પન્ના શુભ ફળ આપનાર છે.

કર્ક :
કર્ક રાશિનો સ્વામી ચંદ્ર છે. તો કર્ક રાશિના લોકોએ જ્યોતિષ રત્ન શાસ્ત્ર મુજબ મોતી ધારણ કરવું જોઇએ. આ રાશિ માટે મોતી શુભ ફળ આપનાર છે.

સિંહ :
સિંહ રાશિનો સ્વામી સૂર્ય છે, આ રાશિના જાતકે માણિક ધારણ કરવો જોઇએ. સિંહ રાશિના લોકો માટે માણિક રત્ન શુભ ફળ આપનાર છે.

કન્યા :
કન્યારાશિનો સ્વામી બુદ્ધ છે. જ્યોતિષ રત્ન શાસ્ત્ર મુજબ કન્યા રાશિના જાતકે પન્ના ઘારણ કરવું જોઇએ. મિથુન રાશિ માટે પન્ના શુભ ફળ આપનાર.

તુલા :
તુલા રાશિનો સ્વામી શુક્ર છે. આ રાશિના જાતકે જ્યોતિષ રત્ન શાસ્ત્ર મુજબ હીરો, ઓપલ અથવા જરકન ધારણ કરવો જોઇએ . જે શુભ રહે છે.

વૃશ્ચિક :
વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ વૃશ્ચિક રાશિના જાતક માટે મૂંગા ઘારણ કરવું શુભ મનાય છે.

ધનુ :
ધનુ રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે, જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિના જાતકોએ પુખરાજ ઘારણ કરવો જોઇએ.

મકર :
મકર રાશિના સ્વામી શનિદેવ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મકર રાશિના જાતકે નીલમ રત્ન ધારણ કરવું જોઇએ. તે શુભ રહે છે.

કુંભ :
કુંભ રાશિના સ્વામી પણ શનિદેવ છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ મકર રાશિના જાતકે નીલમ રત્ન ધારણ કરવું જોઇએ. તે શુભ રહે છે.

મીન :
મીન રાશિના સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે, જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિના જાતકોએ પુખરાજ ઘારણ કરવો જોઇએ. તે શુભ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *