આજના યુગમાં બધા લોકોને પોતાનો ચહેરો સુંદર બનવ્યા માંગતા હોય છે.તે માટે ઘણી છોકરી પાલર માં જઈ મોઘાં મોંઘા મસાજ કરવતી હોય છે.તો પણ પોતાનો ચહેરો સુંદર બનાવી શકતા નથી પોતે સુંદર દેખાવું દરેક વ્યક્તિનું સપનું હોય છે પણ તે સપનું બધા વ્યક્તિનું પૂરું થઇ શકતું નથી પોતાનો ચહેરો સુંદર બનાવ્યા માટે ઘણી છોકરી ઓ બજારમાં મળતી મોઘી કૉસ્મોટિક પ્રોડક્ટ વપરાતા હોય છે.પણ આ બધી પ્રોડક્ટ કેમિકલ યુક્ત આવતી હોવાથી કયારેક તેની આડઅસર પણ થાય છે.
આપણા રસોડામાં ઘણી એવી વસ્તુ છે જેનાથી તમે તમારો ચહેરો ચમકદાર બનાવી શકો છો તમારા રસોડા એવી ઘણી વસ્તુ છે જેનો ઉપયોગ કરીને તમારો ચહેરો ચમકદાર બની શકે છે.આજે હું તમને એવી કેટલીક વસ્તુ વિષે બતાવીશ જેના ઉપયોગ કરીને તમારો ચહેરો ચમકદાર અને દૂધ જેવો સફેદ થઇ જશે
દરેક ઘરના રસોડામાં દહીં હોય છે.દહીંમાં ઘણા એવા કુદરતી વિટામીની અને મિનરલ્સ રહેલા છે જે આપણા ચહેરા ને ચમકદાર કરવા માટે ખુબ ઉપયોગી માનવામાં આવે છે.દહીંનો ઉપયોગ કરીને ચહેરાને ચમકદાર બનાવી શકાય છે.સૌ પ્રથમ દહીં વડે હલકા હાથે ચહેરા ઉપર ૫-૬ મિનિટ સુધી મસાજ કરો દહીં થી મસાજ કરવાથી તમારો ચહેરો એક દમ સાફ થઇ જશે દહીં સફાઈનું કામ કરે છે જે ચહેરા ઉપર જામેલી ધૂળ માટી જેવા નાના રજકણો બહાર કાઢી નાખે છે. જેનાથી ચહેરો એક દમ સાફ થઇ જાય છે પછી હુંફાળા પાણી વડે ચહેરાને સાફ કરવો
એક બાઉલમાં એક ચમચી દહીં, એક ચમચી બદામનું તેલ ,એક ચમચી મેથી પાવડર અને થોડું ગુલાબ જળ નાખી તેને ચમચી વડે મિક્સ કરો તૈયાર થયેલી પેસ્ટને ચહેરા ઉપર લગાવો તેને ૧૦-૧૫ મિનિટ સુધી રહેવા દેવું અને ત્યાર પછી ચહેરાને ચોખ્ખા હુંફાળા પાણી વડે ચહેરાને સાફ કરવો આમ કરવાથી તમારો ચહેરો ચમકદાર તેમજ દૂધ જેવો સફેદ થશે