ચોમાસુ આવતાની સાથે જ તમે તમારા ગામ અને શહેરમાં રોડ રસ્તાની હાલત તો જોઈ જ હશે. રસ્તાઓની હાલત જોઈને સૌ કોઈ પરેશાન થઇ જાય છે. તેવામાં ભાજપના એક નેતાનો ફોટો વાયરલ થયો છે. જેમાં રોડની હાલત સ્પષ્ટ પણે જોઈ શકાય છે. અમરેલી જિલ્લાના પૂર્વ ભાજપ પ્રમુખ ડો,ભરત કાનાબાર દ્વારે ટ્વીટ કર્યું હતું જેમાં તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને ટેગ કરીને એક ટ્વીટ કર્યું છે. જેને લઈને સોસીઅલ મેડિયા પર ખુબ ચર્ચા જાગી છે.

આ ટ્વીટને લઈને જનતાએ સરકારને આડે હાથ લીધી છે. ડો, કાનાબારના ટ્વીટ પર લોકો પોતાની અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી હતી. તેમાં લોકોએ કોમેન્ટ કરવામાં કોઈ કસર છોડી નથી. જેમાં એક ઉજરે લખ્યું છે કે ડો,કાનાબાર સાહેબ તમને તો નરેન્દ્રમોદી ફોલો કરે છે અને આપશ્રીએ તો આપણી ટ્વીટમાં પણ સાહેબને ટેગ કાર્ય છે. આશા રાખીએ કે સોસીઅલ મીડિયામાં રુચિ ધરાવનાર આપણા #પ્રધાનમંત્રી માફ કરજો #પ્રધાનસેવક આ ટ્વીટ જોઇને યોગ્ય પગલાં લેશે.

તે સિવાય એક ઉજરે લખ્યું છે કે માનનીય મંત્રી શ્રી આ જગ્યાનું નામ અને સરનામું મોકલી દો. તેનું સમારકામ થઇ જશે. આવી રીતે લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. લોકો એવું પણ કહી રહ્યા છે કે જનતાના ટેક્સના પૈસાનો દૂર ઉપયોગ થઇ રહ્યો છે.