તારક મેહતાના ઉલ્ટા ચશ્માં ના બે પાત્રો એટલે કે બબીતાજી અને જેઠાલાલનો દીકરો ટપ્પુ એક બીજાને ડેટ કરી રહ્યા છે. બબીતાજી એટલે કે મુનમુન દત્તા અને ટપ્પુ એટલે કે રાજ ઉનડકટ ના ડેટિંગના સમાચાર સોસીઅલ મીડિયા પર ફરતા થઇ ગયા છે. એટલા માટે સોસીઅલ મીડિયાના યુઝર્સ જેઠાલાલની મજાક ઉડાવી રહ્યા છે. આમ સીરિયલમાં બતાવાઈ રહ્યું છે કે જેઠાલાલ તેમની પત્ની દયાને ખુબ પ્યાર કરે છે પરંતુ બબીતાજી ને ખુશ કરવા માટે તેઓ કોઈ કસર છોડતા નથી. તેવામાં લોકો તેમની ખુબ મજા લઇ રહ્યા છે.
મુનમુન દત્તા, રાજ ઉનડકટ થી લગભગ ૯ વર્ષ મોટી છે. ટપ્પુ અને બબીતાજી બંનેને હાલમાં તેમના સબંધ ને લઈને ચૂપ છે. પરંતુ બંને સેટ ઉપર એકબીજાની સાથે ઘણો સમય પસાર કરે છે. તેમના હાલમાં ઘણા ફોટા અને વિડિઓ વાયરલ થઇ રહ્યા છે.



એ વાત તો માનવી જ પડશે કે જેઠાલાલ એટલે કે દિલીપ જોશીને લોકો ખુબ પ્યાર કરે છે અને કેમ ના કરે તે કારણકે જેઠાલાલ સૌને ગમતું પાત્ર છે. સીરિયલમાં તેમની અને બબીતાજીની કેમેસ્ટ્રી ચાહકોને ખુબ પસંદ આવે છે.