તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ના ફેમસ પાત્ર નટુકાકાથી ફેમસ બનેલા ઘનશ્યામ નાયકનું ૭૭ વર્ષે નિધન

trending

તારક મહેતા કા ઉલટા ચશ્મા સીરીયલમાં નટુકાકાની ભૂમિકા ભજવનાર ઘનશ્યામ નાયકનું નિધન થયું છે. તેઓ નટુકાકાના નામથી જ ફેમસ હતા. ઘનશ્યામ નાયક છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને તેના કારણે તેઓ સીરીયલમાં પણ કામ કરી નહોતા. ઘનશ્યામ નાયકે અગાઉ પણ હોસ્પિટલમાં સારવાર લીધી. છેલ્લા ઘણા એપિસોડમાં ઘનશ્યામ નાયકની હાજરી જોવા મળી નહોતી. જ્યારથી આ સીરીયલની શરૂઆત થઇ ત્યારથી ઘનશ્યામ નાયક નટુકાકાનો રોલ ભજવતા હતા. તેઓ છેલ્લા એક વર્ષથી બીમાર હતા અને તેઓ કેન્સરની સારવાર હોસ્પિટલમાં લઇ રહ્યા હતા.

સુંદરનું પાત્ર ભજવતા મયુર વાકાણીએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મને પણ આ બાબતે થોડી વાર પહેલા જ ખબર પડી. આ ખૂબ દુઃખદ ઘટના છે. કલા જગતને આ ખૂબ મોટી ખોટ પડી ગઈ છે. તે નાનપણથી જ રંગભૂમિ સાથે જોડાયેલા હતા. તેમને આજીવન રંગમંચની સેવા કરી. આજે ખૂબ જ કુશળ અભિનેતા આપણી વચ્ચેથી જતા રહ્યા છે. ખૂબ જ દુઃખ થાય છે. રંગલો કહો તેવા જીવંત પાત્રથી લોકોને તેમને હસાવ્યા છે. તેઓ લોકોના મનમાં અમર રહેશે. રંગભૂમિ સિવાય તેમને કશું ખપે એવું નહોતું. તેમની ઈચ્છા હતી કે, મેકઅપની સાથે દુનિયા છોડવી.

ગયા નવમા મહિનામાં ખ્યાલ આવ્યો હતો કે, એમને કેન્સરની એક ગાંઠ છે. પછી નિદાન શરૂ થયું હતું. એ સમયે તેઓ ૧૩ દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રહ્યા હતા. ઑપરેશન કરીને આઠ જેટલી ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ત્યાર બાદ રેડિયેશન અને કિમોથેરાપી લીધી હતી. છઠા મહિનામાં પુત્ર વિકાસે સોશિયલ મીડિયા થકી જણાવ્યું હતું કે, કેન્સરે ફરી ઊથલો માર્યો છે.

ઘનશ્યામ નાયકના દીકરાએ થોડા દિવસ પહેલા મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, પિતાની તબિયત સારી ન હોવાને કારણે તેઓ શુટિંગ કરી શકતા નહોતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *