જયારે પણ કોઈ પણ અભિનેતા લોકપ્રિય બને છે ત્યારે તેની કમાઈ જાણવાની ચાહકોની ઈચ્છા થતી હોય છે કે તેમને એક એપિસોડના કેટલા રૂપિયા મળે છે અથવા કોઈ હરો હોય તો એક ફિલ્મના કેટલા રૂપિયા મળે છે. અહીં આપણે તારક મહેતાના જેઠાલાલનો રોલ કરવા વારા દિલીપ જોશીની વાત કરી રહ્યા છીએ.જે છેલ્લા દાસ વર્ષથી પણ વધુ સમયથી દર્શકોને મનોરંજન પૂરું પાડવાનું કામ કરી રહ્યા છે અને તે શો માં સૌથી વધુ કમાઈ કરવાવાળા કલાકાર પણ છે.
ઝૂમ ડિજીટલના રિપોર્ટ અનુસાર તેમને તેમને દરેક એપિસોડ માટે સૌથી વધુ પૈસા મળે છે. તેમની એક એપિસોડની કમાણી ૧.૫ લાખ રૂપિયા છે. તે જોતા તે શૉ માં સૌથી વધુ કમાણી કરનારા અભિનેતા છે. તેમની એકટિંગથી દરેક ચાહકોને ખુબ મનોરંજન મળે છે.
દિલીપ જોશી પછી તારક મહેતાનો રોલ કરવા વાળા શૈલેષ લોઢાને એક એપિસોડના એક લાખ રૂપિયા મળે છે. જયારે મંદાર ચાંદવાડકાર જે આત્મારામ તુકારામની ભૂમિકા નિભાવે છે તેમને એક એપિસોડના ૮૦૦૦૦ રૂપિયા મળે છે. તે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે બબીતા ઉર્ફે મુનમુન દત્તા એક એપિસોડના ૫૦૦૦૦ રૂપિયાની કમાઈ કરે છે.
થોડા સમય પહેલા ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરના શોમાં એક એપિસોડમાં જયારે તારક મહેતા કે ઉલ્ટા ચશ્માં ની ટીમ તે શો માં ગઈ હતી ત્યારે તેના નિર્માતા એવું પણ કહ્યું હતું કે શો ની શરૂઆત કરતી વખતે તેમની ઉમ્મીદ દિલીપ જોશી પર વધુ હતી. તેમને જેઠાલાલનો રોલ કરવાવાળા અભિનેતાને ઓપનિંગ બેસ્ટમેન ઓપનિંગ બોલર અને કેપ્ટ્ન કીધો હતો.