પ્રિન્સિપાલે વિદ્યાર્થિનીઓને કહ્યુ-આના કરતા તો કપડા ઊતારી દીધા હોત તો સારું હતું

Latest News

શિક્ષકોને દેશ કે રાજ્યના ભાવિ નિર્માતા તરીકે ઓળખવામાં આવે છે. પણ કળયુગમાં શિક્ષકોના વેશમાં જાણે શેતાન રાજ કરતા હોય એવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. કેસ એવા બને છે જેના કારણે શિક્ષકના વ્યવસાયને મોટું અને કાળું લાંછન લાગે છે. આવો જ એક કિસ્સો પાડોશી રાજ્ય મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લામાંથી સામે આવ્યો છે.

જ્યાં સરકારી સ્કૂલના એક પ્રિન્સિપાલે સ્કૂલનો યુનિફોર્મ ન પહેરવા બદલ વિદ્યાર્થિનીને ‘ગંદીબાત’ કહી છે. જેના કારણે સમગ્ર રાજગઢ જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. સમગ્ર કેસ પોલીસ સ્ટેશન સુધી પહોંચતા પોલીસ ટીમે તપાસ શરૂ કરી દીધી છે. સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ આરોપીનું નામ રાધેશ્યામ માલવીયા છે. જેની ઉંમર આશરે 50 વર્ષની છે. શાળામાં કેટલીક વિદ્યાર્થિનીએ સ્કૂલ યુનિફોર્મ પહેર્યો ન હતો.જેના કારણે પ્રિન્સિપાલ એના પર ગુસ્સે થયા હતા. પછી ખરાબ વાતો કરવાનું શરૂ કરી દીધું હતું. આ સાથે યુનિફોર્મ પહેરીને આવવા માટે કડક સૂચના આપી હતી.


વિદ્યાર્થિનીએ કહ્યું કે, ગણવેશ હજું સુધી સિવાયો ન હોવાથી બીજો ડ્રેસ પહેર્યો હતો. એ સમયે પ્રિન્સિપાલ બોલ્યો કે, આના કરતા તો કપડાં ઊતારી દીધા હોત તો સારૂ હતું. બસ આટલું બોલીને પ્રિન્સિપાલ ફસાઈ ગયો હતો. આ ઉપરાંત વિદ્યાર્થિનીઓના ટૂંકા કપડાં પહેરવા પર વાંધો ઊઠાવ્યો હતો. પ્રિન્સિપાલે ત્યાં સુધી કહ્યું કે, આવા કપડાં પહેરેલી છોકરીઓ છોકરાઓને બગાડે છે.


આ સમગ્ર ઘટના રાજગઢના મચલપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતી એક શાળામાં બની હતી. પોલીસ અધિકારી જિતેન્દ્ર અજનારે જણાવ્યું કે, પ્રિન્સિપાલ સામે પોક્સો એક્ટ અને IPCની કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. કોર્ટમાં ત્રણેય વિદ્યાર્થિનીઓનું નિવેદન નોંધવામાં આવશે. પોલીસ ટીમ જ્યારે ધદરપકડ કરવા ગઈ ત્યારે તે ફરાર થઈ ગયો હતો. હાલ એના પર કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રાજગઢ જિલ્લા શિક્ષણાધિકારી બીએસ બિસોરિયાએ કહ્યું કે, સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી છે. પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ આચાર્ય સામે કાર્યવાહી કરવામાં આવશે. ફરાર પ્રિન્સિપાલને પોલીસ ટીમ શોધી રહી છે. આ કેસમાં કેટલાક શંકાસ્પદ લોકોની પૂછપરછ પણ કરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *