ટીમ ઈન્ડિયાની સૌથી મોટી તાકાત બની તેની કમજોરી, વોર્મ-અપ મેચમાં આ ખેલાડી ખૂબ પ્રદશન ખરાબ સાબિત થયું……

ક્રિકેટ

T20 વર્લ્ડ કપ 2022માં ટીમ ઈન્ડિયા બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે તેની પ્રથમ પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા ખૂબ જ વિસ્ફોટક શરૂઆત કરી હતી, પરંતુ ટીમની સૌથી મોટી તાકાત આ મેચમાં પાછળ રહી ગઈ હતી. આ ખેલાડી છેલ્લા કેટલાક સમયથી સતત ફ્લોપ સાબિત થઈ રહ્યો છે.

આ ખેલાડી વોર્મ-અપ મેચમાં લેજી સાબિત થયો હતો ઓસ્ટ્રેલિયા સામેની આ વોર્મ-અપ મેચમાં કેપ્ટન રોહિત શર્મા અને કેએલ રાહુલે ટીમ ઈન્ડિયાની ઇનિંગની શરૂઆત કરી હતી. કેએલ રાહુલે ટીમને ઝડપી શરૂઆત અપાવવાનું કામ કર્યું, પરંતુ રોહિત શર્મા ફરી એકવાર ફ્લોપ સાબિત થયો.

રોહિત શર્માનું ખરાબ ફોર્મ આ મેચમાં પણ ચાલુ રહ્યું અને તેણે 14 બોલમાં 15 રન બનાવ્યા બાદ જ પોતાની વિકેટ ગુમાવી દીધી. આ ઇનિંગમાં તેણે 1 ફોર અને 1 સિક્સ ફટકારી હતી.

ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું કેપ્ટન રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંથી એક છે. પાકિસ્તાન સામે રમાનારી મેચ પહેલા તેનું ફોર્મમાં આવવું જરૂરી છે. રોહિત શર્માએ આ વોર્મ-અપ મેચ પહેલા રમાયેલી છેલ્લી 10 મેચોમાં 18ની એવરેજથી માત્ર 143 રન બનાવ્યા છે. આ 10 ઇનિંગ્સમાં રોહિત શર્મા એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી.

ટીમ ઈન્ડિયાએ મોટો સ્કોર બનાવ્યો વોર્મ-અપ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 186 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયા તરફથી કેએલ રાહુલે સૌથી વધુ 57 રન બનાવ્યા, જ્યારે સૂર્યકુમાર યાદવે 50 રન બનાવ્યા. વિરાટ કોહલીએ પણ સારી શરૂઆત કરી હતી પરંતુ તે 19 રન બનાવીને આઉટ થયો હતો અને દિનેશ કાર્તિકે 20 રનની ઇનિંગ રમી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *