મિત્રો તમને અવાર નવાર અકસ્માતના સમાચાર સાંભળવા કે જોવા મળતા હશે ક્યારેક અકસ્માત એટલા ગંભીર હોય છે કે તે જોવા વાળા લોકોનું હૃદય પણ કંપી ઉઠતું હોય છે કેટલાક અકસ્માત એટલા ગંભીર હોય છે વ્યક્તિનું ઘટનાસ્થળે મુત્યુ પણ થઈ જતું હોય છે ત્યારે પરિવાર ઉપર દુઃખના વાદળો છવાઈ જતા હોય આવી જ એક ઘટના સુરતમાં બની હતી

થોડા સમય પહેલા સુરતના હીરાબાગ સર્કલ પાસે રાજધાની ટ્રાવેલ્સ લક્ઝરી બસમાં એકાએક આગ લાગતા એક મહિલાનું મોત નીપજ્યું હતું આ અકસ્માત ખૂબ ગંભીર હતો ભાવનગરની મહિલા પોતાના પતિ સાથે સુખી લગ્નજીવનની શરૂઆત કરી હતી ભાવનગરની મહિલા લગ્ન પછી પોતાના પતિ સાથે હનીમૂન મનાવવા માટે ગોવા ગઈ હતી ગોવા થી પરત ફરતી વખતે સુરતમાં બસમાં એકાએક આગ લાગતા આ દુર્ઘટના બની હતી
બસમાં આગ લાગતા તેનો પતિ વિશાલ સળગતી બસની બારીમાંથી કુદી ગયો હતો ત્યારે તેની પત્ની તાનિયા બારીમાં ફસાઈ જવાથી તેનું મુત્યુ થયું હતું જ્યારે પતિ-પત્ની ગોવા થી નીકળ્યા ત્યારે તેમને એક તસવીર લીધી હતી તે તસવીર હવે અંતિમ તસવીર બની ગઈ છે
ભાવનગરના રતાલ કેમ્પમાં રહેતા વિશાલના લગ્ન થોડા સમય પહેલા તાનિયા નામની યુવતી સાથે થયા હતા તેમને ગોવા હનીમૂન મનાવવા જવા માટે સુરત થી અમદાવાદ જવા માટે ફ્લાઇટ બુક કરાવી હતી વિશાલ અને તાનિયા ભાવનગર થી સુરત આવ્યા પછી ફ્લાઈટમાં ગોવા ગયા હતા ત્યારબાદ ગોવા હનીમૂન મનાવ્યા પછી પરત ફરતાં સમયે ગોવા થી સુરત આવ્યા પછી રાજધાની લક્ઝરી બસમાં બેસી ભાવનગર જવા માટે નીકળ્યા હતા ત્યારે સુરત હિરાબાગ સર્કલ પાસે બસમાં આગ લાગતા તાનિયા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું