રાજ્યમાં અકસ્માતોની ઘટનામાં વધારો થઇ ગયો છે. વાહન ચાલકની બેદરકારીના કારણે અકસ્માતની ઘટનામાં લોકોના જીવ ગયા હોવાની પણ ઘટનાઓ સામે આવી છે. અકસ્માતની ઘટનાઓ અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોને વધુ કડક કરવામાં આવ્યા છે અને દંડની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો છે.
છતાં પણ કેટલાક વાહનચાલકોની બેદરકારીના કારણે અવાર નવાર અકસ્માતોની ઘટના સામે આવી છે. તો કેટલીક વખત કોઈ માલ-સામાન ભરેલા ટેમ્પા રસ્તા પર પલ્ટી ગયા હોવાના કારણે લોકોએ ટેમ્પોમાં ભરેલા માલ-સામાનની લૂંટ કરી હોવાની ઘટનાઓ પણ સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના ભૂજના ગાગોદર નજીક બનવા પામી હતી. આ ઘટનામાં તેલ ભરેલું ટેન્કર પલ્ટી મારી જતા લોકોએ તેલ લેવા માટે પડાપડી કરી હતી.
માહિતી અનુસાર, તેલ ભરેલું ટેન્કર કંડલાથી રાધનપુર તરફ જઇ રહ્યુ હતું. તે સમયે જ્યારે ટેન્કર નેશનલ હાઇવે નંબર ૨૭ ભૂજના મેવાસા પાટીયા નજીક પહોંચ્યું ત્યારે એકાએક પલ્ટી મારી ગયું હતું. આ ઘટના સવાર માં બની હતી. ટેન્કર રસ્તા પર પલટી મારી ગયું હતું તેમાં તેલ ભરેલું હતું અને ટેન્કર પલ્ટી મારતા જ તેલ રસ્તા પર ઢોળાવા લાગ્યું હતું.
ટ્રક પલ્ટી મારી જતા તેમાંથી ટાઇલ્સ રસ્તા પર પડવા લાગી હતી. તેથી સ્થાનિક લોકોએ આ ટાઇલ્સની લૂંટ મચાવી હતી. આ ઘટનામાં બેથી ત્રણ કલાક સુધી પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ન હોવાના કારણે રાહદારીઓ અડધો ટ્રક ટાઇલ્સ લઈને ભાગી ગયા હતા અને આ ઘટનાના ફોટા અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.