ભારત એક આસ્થાનો દેશ છે.ભારતમાં ભગવાનમાં શ્રદ્ધા રાખવારા લોકો દેશના દરેક ખૂણામાં મળી રહે છે.ભારતમાં દેવી દેવતા ના લાખોની સંખ્યામાં મંદિરો આવેલા છે.મંદિરમાં દર વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે.મંદિરમાં આવેલા ભક્તો મંદિર ને પોતાની ઈચ્છા શક્તિ અનુસાર દાન આપતા હોય છે મંદિરમાં આવેલું દાન મંદિર ના ટ્રસ્ટ જોડે ભેગું કરવામાં આવતું હોય છે. આજે ભારતમાં એવા મંદિર આવેલા છે જેમાં વર્ષે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે અને મંદિરમાં ખોબા ભરીને દાન આપતા હોય છે.ભારતમાં આવેલા કેટલાક મંદિરની અવાક કરોડો માં છે.આજે હું તમને એવા મંદિર વિષે જાણકારી આપીશ જે મંદિરમાં આવતું દાન કુપોષણથી પીડાતા બાળકો પાછળ વાપરવામાં આવશે
મંદિરમાં આવતા દાન નો ઉપયોગ સમાજ સેવામાં વાપરવો એવો સારો વિચાર કમિશનર સંજય કુમાર શર્માને આવ્યો હતો.મંદિરમાં આવતી ચડાવાની રકમ નો ઉપયોગ કુપોષિત બાળકો માટે કરવામાં આવે તે વિચાર તેમને જિલ્લા વહીવટદારને રજૂ કર્યો હતો મધ્યપ્રદેશમાં ઘણા મંદિર આવેલા છે.આ મંદિરમાં ખુબ મોટી સંખ્યામાં ચડાવો આવતો હોય છે
મધ્યપ્રદેશના ઉમેરીયા જિલ્લામાં બે મોટા મંદિર આવેલા છે.આ બે મંદિરમાં લાખોની સંખ્યામાં શ્રાધારું આવતા હોય છે.ઉમેરીયા જિલ્લામાં આવેલા માં ભવાની બિરસાની દેવી અને ગામ ઉચેહરામાં આવેલું માતા જ્વાલા દેવીનું મંદિર આ બે મંદિર માં ખુબ મોટી સંખ્યામાં શ્રાધારું આવતા હોય છે.નવરાત્રીના સમયમાં દરરોજ ૧૦૦૦૦ કરતા પણ વધુ શ્રાધારું આવતા હોય છે.નવરાત્રીના છેલ્લા દિવસોમાં આ આંકડો લાખોને પાર કરી ચુકે છે.મંદિરમાં આવતા શ્રાધારું પોતાની ઈચ્છા શક્તિ અનુસાર દાન આપતા હોય છે.મંદિરમાં ખુબ મોટું દાન આવતું હોય છે.
મંદિર ટ્રસ્ટ માં આવતી આ રકમનો ઉપયોગ કુપોષણથી પીડાતા બાળકો પાછળ કરવામાં આવશે.તેના માટે મંદિર ટ્રસ્ટની બેઠક બોલવામાં આવશે તેના માટે એક કમિટી રચવામાં આવશે તેમાં નક્કી કરવામાં આવશે કે કેટલા પૈસાનો ઉપયોગ કુપોષણ પાછળ કરવો. બિરસાની મંદિરમાં ૩૫લાખ કરતા વધારે ચડાવો આવે છે.મંદિરની બીજી પણ સંપત્તિ છે.આ ધનનો ઉપયોગ કુપોષણ પાછળ કરવામાં આવેતો દેશમાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યામાં ઘટાડો આવશે