ચિંતા એક એવી બીમારી છે કે જે તમારા મનની બધી ખુશી છીનવી લે છે. જે માણસ વધારે ચિંતા કરતો હશે તે તમને ક્યારે આ ખુશ જોવા મરતો નથી. ચિંતા માં રહેલા માણસ ને કોઈ પણ વાત થી તે ખુશ થતો નથી. તે એક ની એક વાત વિચારી ને ઉદાસ અને દુઃખી રહે છે.
કોઈ ખુશીનો પ્રંસગ હોય, ઉત્સવ હોય ,કે કોઈ તહેવાર હોય ગમેતે હોય તેમને ખુશી મળતી નથી આવા માણસ ને એવું લાગે છે કે સારી જવાબદારી એમના ઉપર હોય છે. અને તે ધ્યાન ન રાખે તો બધું બગડી જશે પણ આ સાચું નથી ગણી વખતે તમારી ચિંતા કરવાના કારણે તમારા કામ બગડે છે. પરિવારમા એક માણસ ચિંતા માં હોય તો આખા પરિવાર પર અસર પડે છે. અને ઘરનું વાતાવરણ બગડે છે. આવા માણસો ની ધીરે ધીરે એવી આદત બની જાય છે કે તે નાની નાની વાત માં પણ ટેંશન લઇ લે છે. વધારે ચિતામાં રહેતો માણસ ગુસ્સો, ચીડિયો સ્વભાવ, બેચેન, રાત્રે ઉંગ ન આવવી આ બધી બીમારીઓ થઇ જાય છે.
એવી કોઈ ચિતા નથી જે કરવાથી તમને ખુશી મળી જશે અને તમારા ઘરમાં અને મનમાં શાંતિ આવી જાય ચિતા એક એવું ઝેર છે જે તમારો કાલ તો બગાડસે પણ તે તમારા આજ ની ખુશિ પણ છિનવી લે છે. ચિંતા શુ છે આવું કેમ થાય છે, આવું કેમ થતું નથી, આનો એવો મતલબ થાય છે કે તમે ચિતા એવી કરો છો જે તમારા કંટ્રોલ માં નથી તો ચિંતા કરવાનો શુ મતલબ ચિતા થી દૂર રહેવા માટે આ વાતો નું ધ્યાન રાખો.
૧) કાલે શુ થશે તે વિચારી ને તમારો આજ શુ કરવા ખરાબ કરવા છોડી દો. વિચારવાનું કે કાલે શુ થવાનું છે એતો કોઈ પણ ખબર નથી કે કાલે શુ થવાનું છે આજ માં ખુશ રહેતા શીખો.
૨) જે વાત થી તમારા મગજ ને અસર થાય તે વાત ને ભૂલી જાઓ અને જવાદો અને દરેક વાત માં વધારે મગજ દોડવાનું બંધ કરો. વિચારો ને લેટ્સ ગો કરતા શીખો તમને એવું લાગશે કે મનમાં થી સારી ચિતા જતી રહેશે.
૩) એવી ઈચ્છા છોડીદો કે હાલાત અને માણસો તમારા હિસાબ થી ચાલે હાલાત અને માણસ દુનિયામાં કોઈ ના હિસાબ થી ચાલતા નથી કોઈના પર તમારો કંટ્રોલ નથી તો શુ કામ મારો છો ફાલતુ વાતો વિચારી વિચારી ને આ બધું વિચારવાનું છોડીદો.
૪) દરેક વાત માટે તમે તમારી જાતને જિમ્મેદાર ના માનો ના વિચારો કે બધું તમારે કરવું પડે છે. કે બધું તમારે જોવું પડે છે. એક કડવું સત્ય જાણી લો આપડા પહેલા પણ બધું ચાલતુંતું અને આપડા પછી પણ બધું ચાલવાનું જ છે.
ખાસ નોધ: અમારી વેબસાઇટ ઉપર આપેલા બધા જ સ્વસ્થ રહેવાના, નેચરલ, આયુર્વેદિક નુસ્ખા એ દરેક માટે ફાયદાકારક સાબિત થાય તે જરૂરી નથી કારણ કે બધા ના શરીર ની પ્રકૃતિ અલગ અલગ હોય છે. મોટાભાગ ની અહિયાં આપેલી ટિપ્સ નુકસાનકારક નથી હોતી તો પણ તમારે એક વાર ડોક્ટર ની સલાહ લઈ આ નુસ્ખા અપનાવા.