TESLA ના માલિક એલન મસ્ક ઈન્ટરવ્યૂમાં આ રીતે પકડી પાડે છે જુઠાણું, પૂછે છે માત્ર એક સવાલ

trending

ટેસ્લાના માલિક એલન મસ્ક દુનિયાના સૌથી ધનવાન વ્યવસાયી છે. તેમની સાથે કામ કરવું દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ, એલન મસ્કને પોતાના કર્મચારીમાં કઈ ખૂબીઓ જોઈએ, તે અંગે તેમણે પોતે જાણકારી આપી છે. મસ્કે પોતાના એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, જ્યારે કર્મચારીઓને કામ પર રાખવાની વાત આવે છે, તો તેઓ કઈ-કઈ બાબતો જુએ છે. એલન મસ્ક પોતાના કર્મચારીમાં હંમેશાં અસાધારણ ક્ષમતાવાળી વ્યક્તિની શોધ કરે છે. ડેલી સ્ટારના રિપોર્ટ અનુસાર, એલન મસ્કે એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે, જો તે વ્યક્તિમાં અસાધારણ ઉપલબ્ધિ હાંસલ કરવાનો ટ્રેક રેકોર્ડ હોય, તો સંભવના છે કે તે ભવિષ્યમાં તેને ચાલુ રાખશે.

એલન મસ્કે કહ્યું, ત્યાં સુધી કે કોલેજની ડિગ્રી અથવા તો હાઈસ્કૂલના અભ્યાસની પણ કોઈ આવશ્યકતા નથી. તેમને એ વાતમાં કોઈ રસ નથી કે તે વ્યક્તિએ કઈ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે અથવા તો તેણે હાયર એજ્યુકેશન મેળવ્યું છે કે નહીં, કે પછી તે વ્યક્તિના હાયર એજ્યુકેશનનું સ્તર શું છે. જે લોકો પોતાના CV અથવા ઉપલબ્ધિઓ વિશે ખોટુ બોલે છે, તેમની ક્ષમતા પારખવા માટે એલન મસ્કનો એક જ સવાલ હોય છે. એલન મસ્ક જોબ ઈન્ટરવ્યૂમાં આવેલા વ્યક્તિને માત્ર એક જ સવાલ પૂછીને તે વ્યક્તિ સાચુ બોલે છે કે ખોટું તે પારખી લે છે.

થોડાં દિવસ પહેલા જ એલન મસ્કની કંપની Tesla Incને ૫૦ અબજ ડૉલર (આશરે ૩.૭૧ લાખ કરોડ રૂપિયા)નું ભારે નુકસાન થયુ, તેમ છતા તેઓ હજુ પણ દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે. એલન મસ્કની કુલ સંપત્તિ ૨૮૮ અબજ ડૉલર છે. હજુ પણ તેઓ દુનિયાના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ જેફ બેજોસ (૨૦૬ અબજ ડૉલર) કરતા ઘણા આગળ છે.

તેઓ જોબ માટે ઈન્ટરવ્યૂ આપવા આવનારી વ્યક્તિને પૂછે છે કે, મને કેટલીક મુશ્કેલ સમસ્યાઓ વિશે જણાવો જેના પર તમે કામ કર્યું અને તેને પછી કઈ રીતે સોલ્વ કરી. ડિસેમ્બર 2020માં જર્નલ ઓફ એપ્લાઈડ રિસર્ચ ઈન મેમરી એન્ડ કોગ્નિશનમાં પ્રકાશિત એક અધ્યયને જોબ ઈન્ટરવ્યૂ ટેકનિકના આધાર પર ખોટા લોકોની ઓળખ કરવાની ઘણી બધી રીતોનો ખુલાસો કર્યો જે વાસ્તવમાં મસ્કની ટેકનિકનું સમર્થન કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *