શ્રી પાંચગામ લેઉવા પાટીદાર સમાજનો ૨૬ મો સમૂહ લગ્નોત્સવ યોજાયો

Uncategorized

શ્રી પાંચગામ લેઉવા પાટીદાર મહિલા સમાજ સેવા મંડળ આયોજીત ૨૬ મો સમૂહ લગ્નોત્સવ ભાન્ડુ એલ.સી.આ.ઇ.ટી. કોલેજ ખાતે યોજાયો જેમાં છ યુગલોએ શ્રીશ્રી માં અનંતાનંદ ના આશીર્વાદ મેળવી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા.

આ સમૂહ લગ્નોત્સવ સાથે સાથે એક રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના રક્તદાતાઓ દ્વારા ૧૧૧ બોટલ રક્ત આપવામાં આવ્યું હતું તેમજ કોરોનામાં મૃત્યુ પામેલ સમાજના વ્યક્તિઓને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. આ પ્રસંગે હાડકાના રોગો માટેનો ચકાસણી કેમ્પ અને મફત દવાના વિતરણ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સમૂહ લગ્નોત્સવ સમારંભના મુખ્ય યજમાન તેમજ ભોજનદાતા તરીકે શ્રી પ્રભુદાસ ગણેશભાઈ પટેલ-ભાન્ડુ, પોપટભાઈ ગણેશભાઈ પટેલ-ભાન્ડુ, બાબુભાઇ ગણેશભાઈ પટેલ-ભાન્ડુ, ભાવિકભાઈ ડાહ્યાભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે શાંતાબેન પ્રભુદાસ પટેલ, જશીબેન પોપટભાઈ પટેલ, મધુબેન બાબુભાઇ પટેલ, ગં.સ્વ.નર્મદાબેન ડાહ્યાભાઈ પટેલ તેમજ વિસનગર એ.પી.એમ.સી. ના ચેરમેન પ્રીતેશભાઈ પટેલ, સંસદ સભ્ય શારદાબેન પટેલના પી.એ. જસ્મીનભાઈ પટેલ, ડેપ્યુટી કલેક્ટર ઉમંગભાઈ પટેલ, આઇ.બી પોલીસ ઇન્સ્પેકટર શ્રી સુનીલ પટેલ, સરકારી વિભાગમાં ઉચ્ચ હોદ્દા ઉપર રહેલા પાંચ ગામના દીકરા દીકરીઓ તથા નવ યુગલોને આપેલ ભેટના અન્ય દાતાશ્રીઓ, સમાજના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી પાંચગામ લેઉવા પાટીદાર મહિલા સમાજ સેવા મંડળની બહેનો તેમજ ગ્રામજનો દ્વારા ખુબજ જહેમત ઉઠાવી આ સમૂહ લગ્નોત્સવ સમારંભને સફળ બનાવ્યો હતો.

આ સમૂહ લગ્નમાં ભાન્ડુ મુકામે આવેલી એલ.સી.આઇ. ટી કોલેજ કેમ્પસ દ્વારા વિશાળ જગ્યા અને બ્લડ કેમ્પ માટે હોસ્પિટલ ની સુવિધા પૂરી પાડીને સમગ્ર કાર્યક્રમમાં સહભાગી થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *