વિજાપુર ના વસઇ પોલીસ મથકે નોંધાયેલ ગુના નો સજા ભોગવતો આરોપી એ પેરોલ મેળવી જુદીજુદી જગ્યાએ અગિયાર વર્ષથી નાસતો ફરતો હતો. જે આરોપી ને પોલીસ ઘણી શોધ ખોળ કરી હતી આરોપી નો લોકેશન મધ્યપ્રદેશ માં જણાતું હતું જેથી તેને ઝડપી પાડવા માટે તમામ તૈયારીઓ સાથે શોધમાં હતી તે દરમ્યાન હાલ માં હોળી નો તહેવાર હોઈ આરોપી વિસનગર ના પુદગામ ખાતે આવ્યા હોવાની મળેલ બાતમી મુજબ તપાસ કરતા પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસે ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ અંગેની સુત્રો પાસેથી મળતી વિગતો મુજબ જીલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થ રાજ ની આપેલી મિલ્કત સંબંધી ગુનાઓ માં પેરોલ લઈ નાસતા ફરતા આરોપીઓ ને ઝડપી પાડવા ના આદેશ ને પગલે પેરોલ ફર્લો સ્કોર્ડ પોલીસે ટેક્નિકલ સર્વલન્સ બાતમી ના આધારે.
વસઇ પોલીસ મથકે નોંધાયેલ મિલકત સંબંધી ગુના નો સજા ભોગવતો આરોપી પટેલ હાર્દીક ભાઈ રાજુભાઈ પુદગામ તા વિસનગર હાલ રહે અમદાવાદ બોપલ સરકારી ગલી અક્ષરધામ સોસાયટી જે પુદગામ વિસનગર આવતા પોલીસે ઝડપી વસઇ પોલીસ મથકે લાવીને ખત્રી કરી તેની સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે