પાણી આપણા સ્વાસ્થ્ય માટે અને આપણા જીવન માટે ખૂબ જરૂરી છે. જાણકારોનું કહે છે કે વ્યક્તિએ દિવસોમાં આઠ થી દસ ગ્લાસ પાણી પીવું જોઈએ. ઘણા જાણકારોનું કહેવું છે કે તમને જેટલી જરૂરિયાત હોય તેટલું પાણી પીવો. કોઈ ઠંડુ પાણી પીવાનું પસંદ કરતા હોય છે તો કોઈ ગરમ પાણી પીવાનું પસંદ કરતા હોય છે. પરંતુ ખાસ કરીને સવારના સમયમાં તો ગરમ પાણી પીવું ફાયદાકારક માનવામાં આવે છે. જેના કારણે શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થો નીકળવામાં આસાની રહે છે અને પાચનક્રિયામાં પણ ફાયદાકારક છે. ચાલો તો જાણીએ ખાલી પેટે પાણી પીવાના ફાયદા.
પાચનતંત્ર સારું રહે
નિષ્ણાતો કહે છે કે રોજ ખાલી પેટે એક ગ્લાસ પાણી પીવાથી આપનું પાચનતંત્ર સારું રહે છે. તેનાથી પેટમાં થતાં ગેસની સમસ્યા અને પેટ ફૂલવાની સમસ્યામાં રાહત મળે છે. ખાલી પેટે પાણી પીવાના શરીરમાં રહેલા ઝેરીલા પદાર્થ બહાર નીકળી જાય છે.
ભૂખ વધે છે
નિષ્ણાતો કહે છે કે ખાલી પેટે પાણી પીવાથી ભૂખ વધે છે. માટે સવારે ઊઠીને એક પાણી જરૂર પીવો. જેનાથી તમને નાસ્તો કરવામાં પણ કોઈ તકલીફ નહિ થાય અને તમે ધરાઈને નાસ્તો કરી શક્શો. જેનાથી તમે આખા દિવસ દરમિયાન તમારા શરીરમાં ઉર્જા બનેલી રહેશે અને આખો કોઈ થાક વગર કામ કરી શકશો.
ત્વચા માટે
નિષ્ણાતોનું કહેવું છે કે શરીરમાં વધુ પડતાં ઝેરીલા તત્વો હોય તો સ્કિન પર ડાઘ પડી જતા હોય છે અને સ્કીનમાં કરચલીઓ દેખાય છે. માટે સવારે ઊઠીને એક ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ જેનાથી આ સમસ્યામાંથી મુક્તિ મળે છે.
માથાના દુઃખાવા માટે
ઘણા લોકોને માથાના દુખાવાનો પ્રોબ્લેમ હોય છે. ખાસકરીને જે લોકો પૂરતી માત્રામાં પાણી નથી પીતા. માટે ભરપૂર માત્રામાં પાણી પીવું અને દિવસની શરૂઆત ખાલી પેટે પાણી પી ને કરવી જોઇએ. જેથી માથાના દુઃખાવા જેવી સમસ્યામાંથી છુટકારો મળે.