વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા ઘરમાં રહેલી દરેક વસ્તુ માં નકારાત્મક અને સકારાત્મક બંને પ્રકારની ઊર્જા રહેલી હોય છે દરેક વસ્તુને તેની સાચી દિશામાં ના લગાવવામાં આવે તો તે નકારાત્મક ઉર્જા ફેલાવતી હોય છે.
જો તમે આ દરેક વસ્તુને તેની સાચી દિશામાં લગાવો છો તો તે ઘરમાં સકારાત્મક ઊર્જા ફેલાવે છે જે પરિવારને માનસિક તણાવથી દૂર રાખતી હોય છે.
આપણા બધાના ઘરમાં ઘડિયાળ તો લગાવેલી હોય જ છે ઘડિયાળ એ પસાર થતો સમય અને આવનાર સમય આપણને બતાવતી રહેતી હોય છે. આપણા જીવનમાં સૌથી વધારે પ્રભાવ પડતો હોય તો એ છે સમય દરેકનો સમય એક જેવો હોતો નથી કોઇકનો ખરાબ સમય હોય તો કોઈકનો સારો સમય હોય.
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘડિયાળ ગોળ અને ઈંડા આકારની હોય તો તેને શુભ માનવામાં આવે છે ઘડિયાળ માં ભગવાનનો ફોટો ના લગાવવો જોઈએ કારણ કે ભગવાનને રોજ દીવો અગરબત્તી અને પૂજાની જરૂર હોય છે અને ઘડિયાળ તો કેટલાક સમય સુધી ધુર માં પણ પડી રહેતી હોય છે. આથી ભગવાનનું અપમાન થાય છે.
ઘડિયાળ ને દક્ષિણ દિશામાં ના લગાવવી જોઈએ કારણકે દક્ષિણ દિશાને યમ લોકની દિશા માનવામાં આવે છે. જેથી આ દિશાને અશુભ માનવામાં આવે છે. ઘડિયાળ ને ઉત્તર, પૂર્વ, પશ્ચિમ દિશામાં લગાવવી જોઈએ. પરંતુ એ ધ્યાન રાખવું કે ઘરના આવવા-જવાના દરવાજા ઉપર ક્યારે એ ઘડિયાળ લગાવી ન જોઈએ.