ઓછા ભાવમાં ઘરનો સમાન ખરીદવો હોય તો આપણામાંથી મોટાભાગના લોકો ડી માર્ટને સૌથી પહેલા પસંદ કરતા હોય છે. કારણકે ત્યાં સામાન્ય પરિવારમાંથી આવતા લોકોને પોતાના બઝેટમાં સમાન મળી રહેતો હોય છે. આ કંપનીના માલિકને બહુ ઓછા લોકો જાણે છે. તેઓ લાઈમલાઈટ દૂર રહેવાનું પસંદ કરે છે. આ સફર બિઝનેસમેનનું નામ રાધાકિશન દામાણી છે. તેમને લોકો ટૂંકમાં આર.ડી નામથી પણ ઓરખે છે.
તેમનો પરિવાર એક સામાન્ય મકાનમાં રહેતો હતો. તેમને અભ્યાસ મુંબઈમાં 12 માં ધોરણ સુધી કર્યો છે. તેમના પિતા બોલ બેરિંગના વ્યવસાયમાં હતા તેથી તેઓ પણ તેમની સાથે જોડાઈ ગયા પણ તે ધંધામાં તેમને અનુકૂળ ન આવ્યું તો તેમને શેરબજારના ધંધામાં પડ્યા. ત્યારે તેમની જોડે માત્ર પાંચ હજાર રૂપિયા હતા.
તેમને શેર બજારમાં સારી એવી પ્રગતિ કરી તે સમયે થયેલા હર્ષદ મહેતા સ્કેમના સાક્ષી પણ રહી ચૂકેલા છે. પછી તેમને 2000 ની સાલ આસપાસ તેમને ટ્રેડીંગનું કામ બંધ કરી દીધું અને રિટેલ લાઈનમાં ઝંપલાવ્યું. તેમને 1999 માં તેમને નવી મુંબઈમાં અપના બઝારની ફ્રેન્ચાઇઝી લઈને રિટેલ લાઈનની શરૂઆત કરી હતી.
પરંતુ તેમને એ મોડેલમાં મજા ના આવતા તેમને 2002 માં મુંબઈના પવઈ એરિયામાં ડી માર્ટનો સૌ પ્રથમ સ્ટોર ખોલ્યો. હાલના સમયમાં દેશની અંદર 11 રાજ્યોમાં 238 સ્ટોર બનાવ્યા છે. આર.ડી ની એક પોલિસી છે કે ઓછા નફામાં વધુ ધંધો કરવો. ડી માર્ટ કંપની જે કંપની જોડેથી માલ ખરીદે છે તેમને સાત દિવસમાં પેમેન્ટ કરી દે છે. જયારે બીજી હરીફાઈ વારી કંપનીઓ વધુ સમય લેતી હોય છે.
રાધાકિશન દામાણી શુદ્ધ શાકાહારી છે. તેમનો જન્મ 1954 માં રાજસ્થાનમાં મારવાડી પરિવારમાં થયો હતો.તેમનો પરિવાર મુંબઈમાં એક રૂમ વારા એપાર્ટમેન્ટમાં રહેતો હતો. તેઓ દરેક કુંભમેળામાં ગંગામાં નાહવા જાય છે. તેઓ સફેદ કપડાં પહેરવાનું પસંદ કરે છે તેથી તેમને લોકો મિસ્ટર વ્હાઇટ એન્ડ વ્હાઇટ તરીકે બોલવાનો આગ્રહ રાખે છે. તેમને રિટેલ કિંગ તરીકે નામના મેળવી છે. તેઓ જમ્યા પછી પાન ખાવાના શોખીન છે.
આ કંપનીની એક ખા વાત છે કે તે જ્યાં સ્ટોરે શરુ કરે છે તે ડી માર્ટ પોતે ખરીદે છે. તેઓ સ્ટોર માટે જગ્યા ભાડે લેવી પસંદ નથી કરતા. પાંચ હજાર લઈને નીકળેલા દામાણીનું નેટવર્થ આજે 1.42 લાખ કરોડ રૂપિયા થઇ ગયું છે. બ્લૂમબર્ગ બિલિયોનર્સ ના જણાવ્યા મુજબ તેઓ હાલ વિશ્વના 98 માં વિશ્વના સૌથી આમિર વ્યક્તિ છે.