ચોર કોટવાલને દંડે તેવો ઘાટ ઘડાયો
દિયોદર કોતરવાડા દારૂ પકડવાનો મામલો
પોલીસે દારૂ પકડાવનાર ને ઝડપી જેલમાં ધકેલતા લોકોમાં રોષ ફેલાયો
બે દિવસ અગાઉ વાવ ધારાસભ્ય અને જનતા એ દારૂ ઝડપી પોલીસ ને સોંપ્યો હતો
દિયોદર તાલુકા ના કોતરવાડા નર્મદા કેનાલ પર થી સ્થાનિક જનતાના યુવાનો અને વાવ ધારાસભ્ય એ જનતા રેડ કરી હતી અને નર્મદા કેનાલ પર થી વિદેશી દારૂ ઝડપી પાડી દિયોદર પોલીસ ને સોંપ્યો હતો જેમાં પોલીસે દારૂ ની હેરાફેરી કરનાર આરોપી સામે તો ગુન્હો નોંધ્યો હતો જો કે બીજી તરફ દારૂ ની હેરાફેરી કરનાર મનોજ રામલાલ ની પણ ફરિયાદ લઈ જનતા સામે ગુન્હો દાખલ કરતા લોકો માં રોષ જોવા મળી આવ્યો છે જેમાં પોલીસે રાત્રી ના સમય દારૂ પકડાવનાર પ્રધાનજી ની અટકાયત કરતા બનાસકાંઠા જિલ્લા ના કોંગ્રેસ ધારાસભ્યો દિયોદર પોલીસ મથક ખાતે પોહચ્યા હતા.
જેમાં ઉલ્લેખનીય એ છે કે વિધાનસભા ગૃહ માં વાવ ધારાસભ્ય ની રજુઆત બાદ દિયોદર તાલુકા માંથી દારૂ ઝડપાતા પોલીસે દારૂ ની હેરાફેરી કરનાર ઈસમ સામે કાર્યવાહી કરવા ના બદલે દારૂ પકડાવનાર સામે ગુન્હો નોંધી અને તેની અટકાયત કરતા પોલીસ તંત્ર સામે પણ સવાલો ઉઠ્યા છે ..તેને લઈ જિલ્લા નું રાજકારણ પણ ગરમાયુ છે