દ્રાક્ષ નું નામ સાંભરી ને સૌ કોઈ ના મોં માં પાણી વારી જતું હશે પણ અમે તમને આજે એવી દ્રાક્ષ વિષે જણાવા જઈ રહ્યા છીએ કે તમે તેની કિંમત સાંભરી ને મોં માં વરેલું પાણી સુકાઈ જશે.
આ દ્રાક્ષ ખાવી હોય તો તમારે જાઉં પડશે જાપાન અને એક દાણા ની 35000 કિંમત ચૂકવવી પડશે તો તમને આ દ્રાક્ષ ખાવા મળશે. લોકો આ દ્રાક્ષ ને ખરીદવા ૧૦૦ વાર વિચારે તો પણ મેર પડતો નથી.
આ દ્રાક્ષ બજાર માં એમ કઈ નોર્મલ નથી વેચાતી પણ તેની હરાજી કરવામાં આવે છે. હરાજી માં જે કોઈ વધારે બોલી લગાવે તે લઇ જાય છે. જાપાન માં જયારે આ દ્રાક્ષ ની બોલી લગાવી ત્યારે યાકુરાકુસું નામની કંપની એ તેને ખરીધી હતી. તેને દ્રાક્ષ નું એક ઝુમખું સાડા સાત લાખ માં ખરીધું હતું.
દ્રાક્ષ ની જાત નું નામ છે રુબી રોમન. આ ફર લગભગ ૧૩ વર્ષ પહેલા બજાર માં આવ્યું હતું. રુબી રોમન નામની દ્રાક્ષ આકાર મોટી, સ્વાદમાં મીઠી અને ખુબ જ રસદાર હોય છે. આ દ્રાક્ષ ની ગણના લગ્ઝરી ફ્રૂટ માં થાય છે. આને મોટા બિઝનેશ ના પ્રમોશન માં ગિફ્ટ તરીકે આપવામાં આવતી હોય છે. આ દ્રાક્ષ ફક્ત જાપાન માં જ થાય છે. એક ઝુમખા માં લગભગ ૩૦ ની આજુબાજુ દ્રાક્ષ હોય છે. એક દ્રાક્ષ નો વજન ૨૦ ગ્રામ જેટલો હોય છે.
ભારત માં પણ આવી અલગ અલગ પ્રકાર દ્રાક્ષ થતી હોય છે. પણ દ્રાક્ષ ની સીઝન આવે એટલે કિંમત ઓછી થઇ જતી હોય છે. ભારત માં પણ તમને વિવિધ કલર ની દ્રાક્ષ જોવા મરતી હશે. દ્રાક્ષ નો ઉપયોગ ક્યાં થાય છે તમને ખબર ના હોય તો જણાવી દઉં એક તો એમનેમ કાચી ખાવા માં, બીજું વાઈન બનાવામાં અને ત્રીજું સૂકી દ્રાક્ષ(કિસમિસ) માં ઉપયોગ થાય છે.