ઘણા સમય પહેલા ગુજરાત સરકાર દ્વારા મોબાઈલ લેવા માટે આર્થિક સહાય માટે જાહેરાત કરવામાં આવી હતી. જયારે જાહેરાત કરવામાં આવી હતી ત્યારે ૧૦% સુધી સહાય કરવામાં આવતી હતી. હવે આ આર્થીક સહ્યા માટે ૪૦% ની જાહેરાત કરવામાં આવી છે. આ માહિતી ગુજરાત માહિતી ખાતા તરફથી મરેલ છે.
હવે ખેડૂત ભાઈઓને ૧૦% ના બદલે ૪૦% આર્થિક સહાય રૂપે આપવામાં આવશે. પ્રાથમિક ધોરણે ગુજરાતના ૨૫,૦૦૦ ખેડૂતોને આ સહાયનો લાભપાત્ર થશે. રાજ્ય સરકારે પહેલા સ્માર્ટફોન માટે રૂ.1500 આપવામાં આવતા હતા. જે હાલમાં વધારીને હવે ખડૂત ભાઈઓ માટે રૂ.૬૦૦૦ મહત્તમ સહાય આપવામાં આવશે. આ માટે ઓનલાઇન અરજી કરવાની રહશે.
આ સ્કીમ તમામ ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે. જોકે, જમીનની ખાતા નંબર એક હોય ભાગીદાર બે હોય તો ભાગીદારીના કેસમાં ફક્ત એક જ ખેડૂતને સહાય મળશે. એક વખત અરજીનો સ્વીકાર થયા બાદ ખેડૂતો સ્માર્ટફોનનું બિલ, ફોનનો IMEI નંબર, કેન્સલ ચેક તેમજ જરૂરી દસ્તાવેજ આપવાના રહેશે. આ યોજનાની જાહેરાત નવેમ્બર ૨૦૨૧માં કરવામાં આવી હતી હવેતેનો એક્સપાન્ડ કરવામાં આવ્યો છે.