આ છોકરો બિહારમાં રહે છે ૧૬ વર્ષની ઉંમરથી તે મફતમાં મુસાફરી કરે છે. અત્યાર સુધી તે 40 દેશોની મુસાફરી કરી ચૂક્યો છે અત્યારે પણ તને ફરવાનું ચાલુ છે હરવા ફરવા અને ખાવા પીવા ની સાથે સાથે ઈજ્જત થી ફરે છે. આ છોકરાનું નામ નોમેડ શુભમ છે. તેના પિતા એક શિક્ષક છે. તો ચાલો જાણીએ આ છોકરો કેવી રીતે મફત માં ફરે છે.
આ છોકરો મારા અને તમારા જેવા લોકો ગાડી લઈને ફરતા હોય છે એવા લોકો જોડે થી લિફ્ટ લઇ ને તેને જે જગ્યાએ જવાનું હોય એ જગ્યાએ લોકો જોડે થી લિફ્ટ લઈને ત્યાં પહોંચી જાય છે. તે કેવી રીતે મફતમાં ફરવું તેના ઓનલાઇન ટયૂશન આપે છે તે જ્યા જ્યા ફરે છે તે જગ્યા નો વિડિયો બનાવી ને સોસીયલ મીડિયા પર મૂકે છે ત્યાં જઈને કોને મળે છે શું કરે છે તે જણાવે છે. તે વગર કામના પૈસા પણ ટિકિટ માં ખર્ચ કરતો નથી તે કોઈ પણ ગાડીમાં લિફ્ટ લઈને પહોંચી જાય છે.
શુભમ ને નાનપણ થી જ બઉ શોખ હતો ફરવાનો તેના પિતા તેને એન્જિનિયર બનાવવા માગતા હતા પરંતુ તેને તો ટ્રાવેલર્સ બનવાનો શોખ હતો. તે નકશાઓ જોયા કરતો અને વિચારતો કે હું આ દેશ માં કેવી રીતે જઈ શકું. ૧૦ ભણ્યા પછી તેના પિતા એ સારી કોલજમાં એડમિશન લેવાનું કીધું એટલે આ ભાઈ એ બે ત્રણ મોટા મોટા શહેરની કૉલેજ માં ફોમ ભરી દીધા તેથી બે ત્રણ શહેરમાં ફરવા થાય.આવી રીતે તેને બે ત્રણ શહેર ફરી લીધા અને ઓછી તેની બેન જોડે કાશ્મીર ના લે લદાક ફરવા ગયો તેણે આવું ફરવાનું તો કંઈ ખાસ પસંદ ના આવ્યું.
યૂ ટ્યૂબ માં એક વિડિયો જોવા થી તેને ખબર પડી કે કેવી રીતે મફતમાં ફરાય છે. તેને ફરવાનું શરૂઆત નેપાળ જેવા દેશો થી કરી હતી તેવા દેશોમાં વિઝા ના પ્રોબ્લેમ ઓછા હોય છે. રાત્રે તે બસ્ટેશન કે રેલ્વેસ્ટેશન પર ઊંગી જતો અને કોઈક દિવસ તો કોઈકના ઘરે ઊંઘવાની મદદ માગી લેતો આવી રીતે તે અલગ અલગ દેશોમાં ફરે છે અને દેશ દુનિયાની મજા માણે છે.