જાપાનની આ હોટલ લોકોને ફાનસમાં બંધ કરીને ભોજન પીરસે છે, કારણ જાણીને તમે પણ થશો હેરાન .

Uncategorized

હોટેલે કોરોનાના સંક્ર્મણ ચેપને બચાવવા માટે ખાસ બોક્સ ડિઝાઇન કર્યા છે. તે જ સમયે, હવે દરેકને હોટેલની આ રચનાત્મકતા ખૂબ જ પસંદ છે.

છેલ્લા ૨ વર્ષથી સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે. કોઈ પણ દેશ આ રોગથી અછૂત રહ્યો નથી. આવી સ્થિતિમાં તેનાથી બચવા માટે દરેક લોકો અલગ-અલગ ઉપાયો અપનાવતા હોય છે. કોવિડ-19ના ફેલાવાને રોકવા માટે જાપાનની રાજધાની ટોક્યોની એક હોટેલે પણ અનોખો રસ્તો શોધી કાઢ્યો છે.

હોટેલે કોરોનાના સંક્ર્મણના ચેપને બચાવવા માટે ખાસ બોક્સ ડિઝાઇન કર્યા છે. તે જ સમયે, દરેકને હોટેલની આ રચનાત્મકતા ખૂબ જ પસંદ આવી રહી છે. લોકોનું કહેવું છે કે હોટલના કારણે હવે તેઓ પોતાના મિત્રો અને પરિવાર સાથે કોઈ જોખમ વિના બહાર ખાવાની મજા માણી શકે છે.

હકીકતમાં, આ હોટેલમાં આવતા ગ્રાહકોને ફાનસ જેવા આકારના પારદર્શક બોક્સથી ઢાંકવામાં આવે છે. આ કારણે લોકો સાથે રહેતી વખતે તેઓ અંતર જાળવી રાખે છે અને આ રીતે સંક્રમણને અહીં ફેલાતો અટકાવવામાં આવે છે. આ બોક્સ જાપાનમાં વર્ષોથી રહેતા જ કારીગરઓ દ્વારા બનાવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે જાપાનમાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. જાન્યુઆરીની શરૂઆત સુધી, અહીં દૈનિક કેસ માત્ર સેંકડોમાં હતા, જે હવે વધીને લાખો થઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *