કિશનભાઇની દીકરીને મોટી કરવાની જવાબદારી આ વ્યક્તિએ લીધી જેમના વિષે જાણીને તમે લાખ લાખ વંદન કરશો….

Latest News trending

હાલમાં ગુજરાતમાં માલધારી યુવકની હત્યાનો કેસ ખૂબ જ ચર્ચાસ્પદ છે થોડા સમય પહેલા અમદાવાદના ધંધુકામાં રહેતા માલધારી યુવક કિશનભાઇની ધોળા દિવસે હત્યા કરવામાં આવી હતી. કિશનભાઇનું મૃત્યુ થતાં તેમની 20 દિવસની દીકરી એ પોતાના પિતાની છત્ર છાયા ગુમાવી છે. હાલમાં તમે કિશનભાઇના પરિવારના સભ્યો 20 દિવસની દીકરીને લઈને કેટલાક ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા જોયા હશે. આ ૨૦ દિવસની દીકરીને ભણાવી ગણાવીને મોટી કરવાની જવાબદારી આ એક ખાસ વ્યક્તિએ લીધી છે. મૃતકના પરિવારના સભ્યોને દુઃખના દિવસોમાં એક આશાનું નવું કિરણ મળ્યું.

આ સંપૂર્ણ ઘટનાની જાણ થતાં આપણા લોકલાડીલા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ રૂબરૂ મુલાકાત લઈને કિશન ભાઇને ખૂબ ઝડપી ન્યાય મળે તેવી ખાતરી આપી હતી અને સાથે યુવકને પુષ્પાંજલિ અર્પણ કરી હતી ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ગુનેગારોને કડક માં કડક સજા થાય તેવી ખાતરી મૃતકના પરિવારના સભ્યોની આપી હતી પરિવાર ઉપર દુઃખના વાદળો છવાઈ ગયા છે. ત્યારે મૃતકના પરિવારને મદદની ખૂબ જરૂર હતી ત્યારે આ વ્યક્તિ મૃતકના પરિવારની મદદ કરશે.

માત્ર ૨૦ દિવસની દીકરીએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે ત્યારે દીકરીના ઉજળા ભવિષ્ય માટે માલાભાઈ સારાભાઈ ભડીયાદરા એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિજયભાઈ માલાભાઈ ભરવાડ દીકરીની મદદ કરશે જ્યારે પણ સમાજમાં આવી અણધારી આફત કોઈના પરિવાર ઉપર આવી પડે ત્યારે વિજયભાઈ અવશ્ય તેમના પરિવારની મદદ કરવા માટે પહોંચી જતા હોય છે ત્યારે વિજયભાઈ આ પરિવારના દુઃખમાં તો સહભાગી થયા સાથે દીકરીને ભણાવી ગણાવીને મોટી કરવા થી લગ્ન સુધીની તમામ જવાબદારી વિજયભાઈ ભરવાડે લઈ લીધેલી છે.

પરિવારને મદદ કરવા બદલ વિજયભાઈ ભરવાડને સમસ્ત માલધારી સમાજ તેમજ ગૃહમંત્રી હર્ષે સંઘવીએ તેમના ખૂબ વખાણ કર્યા હતા. વિજયભાઈ ભરવાડનું મૂળ વતન ભડીયાદ છે તે ખેતી પશુપાલન અને ગોકુલ ડેવલોપર્સના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઘણી બધી સંસ્થાઓ માં ટ્રસ્ટી તરીકે સેવા પણ આપી રહ્યા છે સમાજના યુવાનો જીવનમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરી તે માટે હંમેશા તેમને પ્રોત્સાહિત કરતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *