દરેક ને પોતાની ઉંમર થાય એટલે લગ્ન ચિંતા સતાવતી હોય છે. તેમાં પણ ખાસ કરીને સૌથી વધુ માતા પિતા પોતાના બાળકના લગ્નને લઈને વધુ ચિંતિત હોય છે. દીકરાની ઉંમર વધતા સ્વાભાવિક છે પરિવાર જનો ચિંતા કરે. તો આપણે આજે એક એવા મંદિર વિષે જાણીએ જે મંદિરમાં માનતા રાખવાથી કુંવારા લોકોના લગ્ન ઝડપથી થઇ જતા હોય છે. તે મંદિર છે ચુડેલ ફોઇબાનું જ્યાં બાધા રાખવાથી ઝડપથી લગ્ન થઇ જતા હોય છે.
તમને જણાવી દઉં કે એક દિવસ એવો હતો કે લોકો ત્યાં મંદિરમાં દર્શન કરવા આવતા ઘભરાતા હતા. એકવાર તે ગામના એક વ્યક્તિએ ચુડેલ માતાને બહેન બનાવી તેમને ત્યાં સ્થાપિત કર્યા હતા. તે વ્યક્તિનું નામ છે આત્મારામ ભાઈ.
આવું ખાસ માનતા વારું મંદિર ગુજરાત રાજ્યમાં જ આવેલું છે. તમને જણાવ્યું તેમ કે તે મંદિરમાં પહેલા કોઈ આવતું ન હતું પણ આત્મારામ ભાઈએ દીવો કરીને દર્શન કર્યા પછી થોડા થોડા લોકો ત્યાં આવતા થયા અને આજની તારીખે એવું માનવામાં આવે છે કે ત્યાં જે પણ ભક્ત બાધા રાખે છે પૂર્ણ થાય છે.
આ મંદિરની મહત્વની વાત એ છે કે તે મંદિરમાં ૨૪ કલાક જ્યોત સરગતિ રહે છે એટલે કે ત્યાં અખંડ જ્યોત છે. હાલમાં ત્યાં મોટી સંખ્યામાં લોકો ચુડેલ માતાજીના આશીર્વાદ લેવા માટે આવતા હોય છે. તેમાં પણ ખાસ કરીને કુંવારા લોકોના ચુડેલ માતાજીના આશીર્વાદથી લગ્ન જલ્દી થઇ જતા હોય તેવું માનવામાં આવે છે. એક મહત્વની વાત એ કે ત્યાં મંદિરમાં કોઈ મૂર્તિ નથી.