મેષ(અ,લ,ઈ)
સ્વગૃહી મંગળ વાળા જાતકો માટે આ સપ્તાહ લાભદાયક નિવડશે. ઉછીના આપેલ પૈસા મળવાંના સંયોગો. નાનાં ઓદ્યોગિક એકમનાં જાતકો માટે લાભકારી સપ્તાહ. મોટા ઓદ્યોગિક એકમનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. જથ્થાબંધ તથા મોટા વ્યાપારનાં જાતકો માટે હળવું સપ્તાહ.
છુટક તથા નાનાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ પણ હળવું લાભદાયક નીવડશે. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ, પોલીસ કર્મી માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે સાનુકુળ સપ્તાહ. સગાં-સ્નેહી સાથે સુમેળનાં સંયોગો. મિત્રો તરફથી સહકારનાં સંયોગો. મહિલા કર્મીઓ, ગૃહિણી તથા નિવૃતો માટે સારુ સપ્તાહ. 10 -11 એપ્રીલ સાધારણ જણાશે.
વૃષભ(બ,વ,ઉ)
આ સપ્તાહે નિરાંત તથા શાંતિના સંયોગો. જુની ઉઘરાણી કે લેણી રકમ પાકવાની સંભાવના, તેમજ ટલ્લે ચડેલાં ધંધાકીય કામ કાજ પુરા થવાંની સંભાવના. દરેક પ્રકારના નાના મોટા ઔદ્યોગિક એકમનાં જાતકો માટે આ સપ્તાહ લાભકારી નીવડશે. વિદેશ વ્યાપાર ત્થા મોટા વ્યાપાર વણિજ કે જથ્થાબંધ માલના વ્યાપારનાં જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયક નીવડશે. પરિશ્રમી વ્યવસાય કે વ્યાપારીનાં કોઈ પણ એકમનાં તમામ જાતકો માટે લાભકર્તા સપ્તાહ. સરકારી ક્ષેત્રનાં કર્મચારી તથા ખાનગી ક્ષેત્રના કર્મચારી માટે આ સપ્તાહ પણ સાનુકુળ નીવડશે. મહિલા કર્મીઓ, ગૃહિણીઓ, નિવૃતો આ સપ્તાહ હળવું ફાયદાકારક જણાશે. 14 એપ્રીલ મધ્યમ રહેશે.
મિથુન(ક,છ,ઘ)
વાયદા બજાર, શેર બજાર, કોમોડીટી માટે સામાન્ય સપ્તાહ. મેકેનીકલ વર્કસ, ફેબ્રીકેશંસ, આર્યન વર્ક, લેથ વર્ક, ગેરેજ વર્કસ નાં જાતકો માટે આ સપ્તાહ ફાયદાકારક નીવડશે. અન્ય, ઓદ્યોગિક એકમનાં જાતકો તથા વ્યાપાર વણિજનાં એકમનાં જાતકો માટે આ સપ્તાહ સાનુકુળ એવમ વ્યસ્ત નીવડશે. નાનાં વ્યાપારી જાતકો તથા પરિશ્રમ વાળા વ્યાપારી એકમનાં જાતકો માટે આ સપ્તાહ પણ લાભદાયી. સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ તથા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ સરેરાશ અને દોડધામવાળું નીવડશે. વિદ્યાર્થીઓ-છાત્રો, નિવૃતો તથા મહિલા કર્મીઓ, ગૃહિણીઓ માટે સાનુકુળ સપ્તાહ. 11, 13 એપ્રીલ સામાન્ય નીવડશે
કર્ક(ડ,હ)
લોકલ-નેશનલ ટ્રાન્સપોર્ટેશંસ એકમનાં જાતકો માટે લાભદાયક સપ્તાહ. ખાનગી શરાફી પેઢી, નોન બેંકીંગ, ત્થા બેંકીગ ફાયનાંસ કંપની સાથે સંકળાયેલ તમામ જાતકો ત્થા ખાનગી મેનેજમેંટ ફર્મસનાં જાતકો માટે સરેરાશ સપ્તાહ. ઔદ્યોગિક તથા વ્યાપાર વણિજ એકમના જાતકો માટે આ સપ્તાહ હળવું લાભદાયી નીવડશે. છુટક વ્યાપારી તથા નાનાં વ્યાપારીઓ માટે આ સપ્તાહ પણ લાભદાયી . સરકારી ક્ષેત્રનાં કર્મચારીઓ ત્થા ખાનગી ક્ષેત્રનાં કર્મચારીઓ માટે આ સપ્તાહ હળવું અથવા અલ્પ લાભકારી નીવડશે. કૌટુંબિક સુખ શાંતિ વધારો થવાંનાં સંયોગો. છાત્રો, નિવૃતો, ગૃહિણીઓ, મહિલાકર્મીઓ, માટે હિતકારી સપ્તાહ. 10 એપ્રીલ સામાન્ય રહેશે.