આજકાલ અકસ્માતો ઓછા થવાનું નામ નથી લઈ રહ્યા અને અનેક નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં માર્ગ અકસ્માત વગરનો એક પણ દિવસ પસાર થતો નથી, હાલમાં અમદાવાદમાં એક કરુણ
ઘટના બની છે જેમાં એક પરિવારે પોતાનો યુવાન પુત્ર ગુમાવ્યો છે.આ ઘટના ઠક્કરનગર બ્રિજ પર બની હતી જ્યાં અજાણ્યા વાહને ટક્કર મારતા મોત થયું હતું. . ,
આ યુવકની ઉંમર 28 વર્ષની હતી અને તેનું નામ દીપુ કથેરિયા હતું. દીપુ મૂળ કલાપી નગરનો રહેવાસી હતો, આ પુલ ક્રોસ કરતી વખતે તેને કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી
અને નીચે પડી ગયો હતો. આ ઘટના બાદ તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેણે દમ તોડી દીધો હતો. પુત્રના મોતના સમાચાર તેમના પરિવાર સુધી પહોંચતા સમગ્ર પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
યુવાન પુત્રના નિધનથી સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી અને આસપાસના લોકો પણ શોકમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઘટના બાદ એમ્બ્યુલન્સ પણ આવી અને પોલીસ પણ આવી, જેના પછી તેમણે આગળની તપાસ શરૂ કરી. એ જ રીતે સૌ કોઈ દુ:ખમાં ડૂબેલા રહ્યા અને યુવાન પુત્રના મૃત્યુ બાદ પરિવારજનોની આંખો સુકાઈ ન હતી.